Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળું વાવેતર:અમરેલી જિલ્લામાં ઉનાળું વાવેતર 1620 હેક્ટર વધીને 39,927 સુધી પહોંચી ગયું

    6 days ago

    અમરેલી જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં 1620 હેકટરમાં ઉનાળુ વાવેતરનો વધારો થયો હતો. અહીં સૌથી વધારે તલ અને ઘાસચારાનું વાવેતર થયું છે. સાથે સાથે બાજરી સહિતના પાકો પણ વવાયા છે. અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે 39927 હેકટરમાં ઉનાળુ વાવેતર નોંધાયું છે. ગત વર્ષે જિલ્લામાં 38307 હેકટરમાં ઉનાળુ વાવેતર નોંધાયું હતું. જે 1620 હેકટર વધીને 39927 હેકટર પર પહોંચી ગયું છે. અમરેલી જિલ્લામાં ઓણસાલ સારો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત કમોસમી વરસાદ પણ દોઢથી બે ઈંચ જેટલો પડી ગયો હતો. જેના કારણે અત્યારે ભુતરમાં પુસ્કર પાણી છે. પરંતુ ખેડૂતોને હવામાનની ચિંતા સતાવી રહી છે. ચાલુ વર્ષે જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતત બન્યા હતા. ઓણસાલ અમરેલી જિલ્લામાં 39927 હેકટરમાં ઉનાળુ વાવેતર નોંધાયું છે. ચાલુ વર્ષે 4630 હેકટરમાં બાજરી, 1635 હેકટરમાં મગ, 12488 હેકટરમાં ઘાસચારો, 12829 હેકટરમાં તલ, 3648 હેકટરમાં ડુગળી, 3971 હેકટરમાં શાકભાજી , 647 હેકટરમાં મગફળી, 57 હેકટરમાં અડદ સહિતના પાક મળી કુલ 39927 હેકટરમાં ઉનાળુ વાવેતર નોંધાયું હતું. અમરેલી જિલ્લામાં 555252 હેકટરમાં ખેડાણ લાયક વિસ્તાર છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 1620 હેકટરમાં વાવેતરમાં વધારો થયો છે. ક્યા તાલુકામાં કેટલા હેક્ટર વાવેતર નોંધાયું અમરેલી જિલ્લામાં સૌથી વધુ તલ અને ઘાસચારાનું વાવેતર થયુ છે. જિલ્લામાં 12 હેકટરમાં શેરડીનું વાવેતર થયું આમ તોરપર શેરડીનું વાવેતર તાલાલા, કોડિનાર પંથકમાં વધુ જોવા મળે છે. પરંતુ અમરેલી જિલ્લામાં ગીર વિસ્તાર લીલીયામાં 5 હેકટર અને સાવરકુંડલામાં 7 હેકટર મળી કુલ 12 હેકટર શેરડીનું વાવેતર નોધાયું છે. હવામાન અને મજુરીના કારણે રાજુલામાં વાવેતર ઘટ્યું‎ ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડ્યો છે. અત્યારે તડકો છે. પરંતુ બદલાતા હવામાન અને વધુ મજુરીના કારણે રાજુલામાં ઓણસાલ ગત વર્ષની સરખામણીમાં 600 હેકટર વાવેતર ઘટ્યું છે. અત્યારે ભુતરમાં પાણી પુસ્કર છે. વાદળછાંયા વાતાવરણના કારણે પાકમાં ફાલ આવતો નથી. જેના કારણે વાવેતરમાં ઘટાડો થયો છે. » અગ્રણી રમેશભાઈ વસોયા, રાજુલાના જુની માંડરડીના ખેડૂત
    Click here to Read More
    Previous Article
    કમકમાટીભર્યો અકસ્માત:અમરેલીના જેસિંગપરા પુલ પર ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કરમાં 73 વર્ષીય વૃદ્ધનું મોત
    Next Article
    બેદરકારી બદલ ત્રણ સામે ગુનો દાખલ:કંજાલ ગામે ટ્રેકટર પલટી જવાથી યુવાનનું મોત પોલીસને જાણ વિના અંતિમ સંસ્કાર કરી દીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment