Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપી જેલહવાલે કરાયો:મિલકતના ગુનામાં સંડોવાયેલા અમરેલીના શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો

    6 days ago

    જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલીના શખ્સને પાસા હેઠળ અટકાયત કરી કચ્છ-ભુજની પાલરા સ્પેશ્યલ જેલમાં ધકેલવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ રહી છે. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતે શરીર, મિલકત અને પ્રોહિબીશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. તે અનુસંધાને ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. જાડેજા દ્વારા મિલકત સબંધી ગુનામાં સંડોવાયેલા અમરેલીના રોકડીયાપરામાં રહેતા દેવચંદ ઉર્ફે કાલો રવજીભાઈ સોલંકી (ઉ.વ.43) વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે દેવચંદ ઉર્ફે કાલો સોલંકીને પાસા હેઠળ કચ્છ- ભુજની પાલરા સ્પેશ્યલ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. અમરેલી એલસીબીના પીઆઈ સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે દેવચંદ ઉર્ફે કાલો રવજીભાઈ સોલંકીની અટકાયત કરી જેલમાં મોકલવાની કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આપઘાતનો મામલો આવ્યો સામે:સાવરકુંડલા અને બગસરામાં યુવતી અને 2 યુવકે ઝેર પી આપઘાત કર્યો
    Next Article
    હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો:અમરેલી-ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અથડામણમાં 2ના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment