Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મનપાના પદાધિકારીઓની નિમણૂંક માટે સેન્સ યોજાઈ

    1 week ago

    પોરબંદરના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને મનપાના પદાધિકારીઓની નિમણૂક માટે સેન્સ યોજાઈ હતી જેમાં નિમણૂક કરેલ ત્રણ પ્રતિનિધિઓ દ્વારા તમામ જીતેલ ઉમેદવારોની સેન્સ લીધી હતી. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થઈ છે.આ ચૂંટણીમાં પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર મહાનગરપાલિકા તેમજ પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતી મેળવી છે ત્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ અને મહાનગરપાલિકા મેયર સહિતના પદ માટે ભાજપ કાર્યાલય ખાતે શનિવારે ભાજપના કમિટીના સભ્ય રજનીભાઈ પટેલ,ગૌરાંગભાઈ પટેલ અને પુષ્પાબેન ઠાકોર દ્વારા દ્વારા સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવશે. જેમાં કમિટીના સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મેયર સહિતના પદ માટે જીત મેળવેલ તમામ સભ્યોની સેન્સ લેવામાં આવી હતી. મનપામાં સંભવિત નામોની ચર્ચા તેજ બની પોરબંદર મહાનગરપાલિકાની જાહેરાત બાદ પ્રથમ ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી છે ત્યારે પ્રથમ મેયર તરીકે સાગર મોદી,સ્ટેડિગ કમીટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરા અને ડેફ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન અનિલભાઈ કોટીયા નક્કી હોવાની ચર્ચા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:ખેતરની બાજુમાં રહેલ જમીન નામે કરાવી આપવાનું કહી જસદણના 3 શખ્સે રૂ.2.35 કરોડની છેતરપિંડી આચરી
    Next Article
    ભાસ્કર ખાસ:કોમર્શિયલ બાટલામાં વધેલા ભાવથી પોરબંદર જિલ્લાના વેપારીઓ પર માસિક રૂ.1.98 કરોડનો વધારાનો બોજ પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment