Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગરમાંથી 198 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો:મધ્યપ્રદેશથી પેડલરોને ડ્રગ્સ આપવા આવ્યો હતો, શાહરૂખ પઠાણના મોબાઈલમાંથી અમદાવાદના પેડલરોની વિગતો મળતા તપાસનો ધમધમાટ

    2 days ago

    મધ્યપ્રદેશના મંદસોરથી અમદાવાદના પેડલરોને એમડી ડ્રગ્સનો જથ્થો આપવા આવેલા પેડલરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટીમે ઝડપી લીધો છે. જ્યારે તેને ડ્રગ્સ સપ્લાય કરનાર મંદસોરના મુખ્ય સપ્લાયર ઇમરાન લાલાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પકડાયેલા શાહરૂખના ફોનમાંથી અમદાવાદના કેટલાક ડ્રગ પેડલરોની વિગતો ક્રાઈમ બ્રાન્ચને મળતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મૂળ રાજસ્થાનનો શખસ ડ્રગ્સ સાથે અમદાવાદ આવ્યાની માહિતી મેળવી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટની ટીમના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.એલ. ઓડેદરાને માહિતી મળી હતી કે, મૂળ રાજસ્થાન બાંસવાડાનો અને હાલ મધ્યપ્રદેશના મંદસોરમાં રહેતો શાહરૂખ પઠાણ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદના મણિનગર પહોંચી ગયો છે. જે અમદાવાદના ડ્રગ પેડલરોને ડ્રગ્સની ડિલિવરી આપવા આવ્યો છે. ડ્રગ્સ સાથે મણિનગરથી શખસ ઝડપાયો જેના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઓડેદરા પોતાની ટીમ સાથે મણિનગર ચાર રસ્તાથી જય હિન્દ ચાર રસ્તા તરફના માર્ગ પર ગોઠવાઈ ગયા હતા. ત્યારે મણિનગર રેલવે સ્ટેશનથી શાહરૂખ પઠાણ ચાલતો-ચાલતો મણિનગર ચાર રસ્તા પહોંચ્યો હતો અને ત્યાંથી જય હિન્દ ચાર રસ્તા તરફ કોઈ પેડલરની રાહ જોઈ રહ્યો હતો. તે સમયે પોલીસે તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી એમડી ડ્રગ્સનો 198.50 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત 6 લાખ રૂપિયા થાય છે. પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો અને તેની પાસેથી એક મોબાઈલ ફોન કબજે લીધો હતો. પૂછપરછમાં શાહરૂખ પઠાણે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના મંદસોરમાં રહેતા ઇમરાન લાલા પાસેથી ડ્રગ્સ લઈને અમદાવાદમાં ઇમરાન લાલાના પેડલરોને ડિલિવરી આપવા આવ્યો હતો. પોલીસે ઇમરાન લાલાને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી લેવા તપાસ આદરી છે. બીજી તરફ શાહરૂખ પઠાણના મોબાઈલમાંથી અમદાવાદના કેટલાક ડ્રગ પેડલરોની વિગતો મળી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી હાઈવે પર કાર પલટી:દેશી દારૂનો જથ્થો મળ્યો, ચાલક ફરાર
    Next Article
    ભાણેજને વહીવટ આપતા ખેલ પાડી દીધો:બાપુનગરના કોન્ટ્રાક્ટરને સગી ભાણેજના દીકરાએ 2.85 કરોડનો ચૂનો લગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment