Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:ખેતરની બાજુમાં રહેલ જમીન નામે કરાવી આપવાનું કહી જસદણના 3 શખ્સે રૂ.2.35 કરોડની છેતરપિંડી આચરી

    1 week ago

    પોરબંદરના બખરલા ગામે રહેતા પ્રૌઢને રાજકોટના જસદણ ગામે રહેતા 3 શખ્સે ખેતરની જમીન પાસે સરકારની 8 વિધા જમીન તેમના નામે કરવા અને સ્વરક્ષણ હથિયાર લાયસન્સ કઢાવી આપવાની ખાતરી આપી હતી, આ પ્રકારે અન્ય વ્યક્તિઓને પણ ખાતરી આપી કુલ રૂ.2.35 કરોડ લીધા બાદ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના જસદણ તાલુકાના છાસીયા ગામે રહેતો રસીક માલકિયા, રેવાણીયા ગામે રહેતો કાંતી મકવાણા અને છાસીયા ગામે રહેતો સુખા માલકીયા નામના આરોપીઓએ અગાઉથી પુર્વ નિયોજીત કાવતરૂ રચ્યું હતું પોરબંદરના બખરલા ગામે બીલડી સીમ વાડીએ રહેતા પોપટભાઈ ઉર્ફે પરબતભાઇ વેજાભાઈ ખુંટી નામના પ્રૌઢના ખેતરની બાજુમાં રહેલ સરકારની 8 વીઘા જમીન પ્રૌઢના નામે કરાવવાની ખાત્રી આપી હતી અને આરોપીઓએ જમીનની માપણી કરી પ્રોઢ પાસેથી રૂા.8.50 લાખ તથા સ્વરક્ષણ હથીયાર લાયસન્સ કઢાવી આપવાનુ કહી રૂા.2.50 લાખ અને અન્ય રૂા.3.50 લાખ મળી કુલ રૂ. 14.50 લાખ છેતરપીંડીથી મેળવી લીધા હતા. આરોપીઓએ અન્ય વ્યક્તિઓ પાસેથી પણ સરકારની જમીન તેઓના નામે કરાવવા તથા સ્વરક્ષણ હથીયાર કાઢી આપવાની ખાતરી આપી વિશ્વાસમાં લઇ કુલ રૂા.2,21,32,300 મળી પ્રોઢ તથા અન્ય જિલ્લાના 8 જેટલા મળી કુલ રૂા.2,35,82,300 ઓળવી લીધા હતા. પ્રોઢ તથા અન્ય વ્યક્તિઓને ખોટો વિશ્વાસ અપાવી પૈસા મેળવી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે પ્રૌઢે ફરિયાદ નોંધાવતા પોલીસે જસદણ તાલુકાના ત્રણેય આરોપી સામે ગુન્હો નોંધ્યો હતો. રાજ્યવ્યાપી છેતરપિંડીની આશંકા જસદણ તાલુકાના આ ત્રણેય આરોપીઓએ પોરબંદર સહિત અન્ય જિલ્લામાં સ્વરક્ષણ હથિયાર લાયસન્સ કઢાવી આપવાની તથા સરકારની જમીન નામે કરાવી આપવાની લાલચો આપી અન્ય જિલ્લામાં પણ આ પ્રકારે છેતરપિંડી આચરી હોવાની શકા છે. આ છેતરપિંડી રાજ્યવ્યાપી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર સાથે વધુ એકગૌરવ જોડાયું:ભગુડા ખાતે રાણા કંડોરણાના રાજકવિ ભૂધરજી લાલજી‎જોષીને મરણોત્તર ‘માંગલ શક્તિ એવોર્ડ એનાયત થયો‎
    Next Article
    ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મનપાના પદાધિકારીઓની નિમણૂંક માટે સેન્સ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment