Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર સાથે વધુ એકગૌરવ જોડાયું:ભગુડા ખાતે રાણા કંડોરણાના રાજકવિ ભૂધરજી લાલજી‎જોષીને મરણોત્તર ‘માંગલ શક્તિ એવોર્ડ એનાયત થયો‎

    6 days ago

    ભાવનગર જિલ્લાના યાત્રાધામ ભગુડા ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પોરબંદર સાથે લાગણીસભર જોડાણ ધરાવતા રાજકવિ ભૂધરજી લાલજી જોષીને મરણોત્તર ‘માંગલ શક્તિ એવોર્ડ – 2026 એનાયત કરવામાં આવ્યો હતો. આ ગૌરવપૂર્ણ સન્માન મોરારીબાપુના હસ્તે અર્પણ થતાં પોરબંદર સહિત સમગ્ર સાહિત્ય જગતમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. તા. 28એપ્રિલના રોજ માંગલ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 30મા પરમ ઉત્સવ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સાહિત્ય ક્ષેત્રે અદ્વિતીય સેવાઓ બદલ પોરબંદર જિલ્લાના રાણા કંડોરણાના રાજકવિ ભૂધરજી લાલજી જોષીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો હતો. રાજકવિના પરિવારમાંથી નલિનભાઈ જોષી, પાર્થભાઈ તથા અમિતભાઈ જોષીએ મોરારીબાપુના આશીર્વાદ સાથે એવોર્ડ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે પરિવારજનો દ્વારા ભાવુકતાભેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ “ભૂદર ભણંત” અને “ગાંધી દર્શની” પુસ્તકોના સંપાદન માટે રમેશભાઈ ઓઝા તથા લોકસાહિત્યકાર સાંઈરામ દવેનો ખાસ આભાર માન્યો હતો. સમારોહમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે સાહિત્યકારો સમાજની ચેતના હોય છે અને આવા ગુણિજનોનું સન્માન પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખે છે. આ કાર્યક્રમનું સંચાલન મહેશદાનજી ગઢવી અને જીગ્નેશભાઈ કુંચાલાએ કર્યું હતું. સાથે જ ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, સાંઈરામ દવે, રાજભા ગઢવી, જીગ્નેશ બારોટ સહિતના કલાકારોએ પોતાની કલાની ઝલક પીરસી હતી.
    Click here to Read More
    Previous Article
    યાર્ડમાં વિવિધ જણસીઓની આવક:યાર્ડમાં ઉનાળુ મગની 29,300 કિલોની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ,આવક વધતા પ્રતિમણે 100થી 200 ભાવ ઘટયો
    Next Article
    છેતરપિંડી:ખેતરની બાજુમાં રહેલ જમીન નામે કરાવી આપવાનું કહી જસદણના 3 શખ્સે રૂ.2.35 કરોડની છેતરપિંડી આચરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment