Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશેષ સન્માન:પાટણના પટોળાના કસબી ભરત સાલવીનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે બહુમાન

    2 days ago

    ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની સુરત ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ રાજ્યકક્ષાની ઉજવણીમાં પાટણની વિશ્વવિખ્યાત પટોળા કળાના કસબી ભરતભાઈ સાલવીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં સાલવી પરિવારની પેઢીઓ જૂની અને બેનમૂન હસ્તકળાને બિરદાવવામાં આવી હતી. સમગ્ર દેશમાં પટોળાની વિરાસતને જીવંત રાખવા બદલ તેમનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.​ આ સન્માનને પાટણનું ગૌરવ ગણાવતા ભરતભાઈ સાલવીએ જણાવ્યું હતું કે કલા ક્ષેત્રે મળેલો આ એવોર્ડ તેમના પરિવાર સહિત સમગ્ર પાટણ અને ગુજરાતની જનતાના પ્રેમ તથા સહકારનું પરિણામ છે. આ પ્રતિષ્ઠિત સન્માનને પગલે પાટણમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તેમના અનેક શુભચિંતકોએ શુભેચ્છાઓ પાઠવતા એવી પણ અભિલાષા વ્યક્ત કરી હતી કે, કલા જગતમાં અમૂલ્ય યોગદાન આપનારા ભરતભાઈ સાલવીને આગામી સમયમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    MBBS ઉત્તરવહી કૌભાંડ:વચેટિયા ડો. કનુનું માત્ર એક જ રટણ, હું કંઈ જાણતો નથી : પોલીસ
    Next Article
    હવાની ગુણવત્તા બગાડનારી કન્સ્ટ્રક્શન સાઇટ સામે તંત્ર એક્શન મોડમાં:183 બાંધકામ સાઇટ પર ચેકિંગ, રૂા.67.57 લાખનો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment