Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવાની ગુણવત્તા બગાડનારી કન્સ્ટ્રક્શન સાઇટ સામે તંત્ર એક્શન મોડમાં:183 બાંધકામ સાઇટ પર ચેકિંગ, રૂા.67.57 લાખનો દંડ વસૂલાયો

    4 days ago

    સ્માર્ટ સિટી વડોદરાની હવાની ગુણવત્તા જાળવી રાખવા પાલિકાએ કમર કસી છે. એપ્રિલમાં પાલિકાની ટીમોએ 183 બાંધકામ સાઇટ્સ પર ચેકિંગ કર્યું હતું. જેમાં મોટાભાગની સાઇટ પર નિયમોના ધજાગરા જોવા મળ્યા હતા. પરિણામે એર પોલ્યુશન ફેલાવનારી 137 સાઇટ્સ સામે દંડાત્મક પગલાં ભરી ₹67.57 લાખનો દંડ વસૂલ્યો છે. પાલિકાએ બાંધકામ દરમિયાન ધૂળના રજકણો હવામાં ન ફેલાય તે માટે ‘ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ’નું પાલન કરવાની ઝુંબેશ શરૂ કરી છે. ચેકિંગમાં અનેક સાઇટ પર ગ્રીન નેટ બાંધી ન હતી કે ધૂળ ઊડતી રોકવા પાણીનો છંટકાવ કરાતો ન હતો. ગંદકી બદલ 4 મહિનામાં 1.26 કરોડ વસૂલાયા પાલિકાએ જાન્યુઆરીથી એપ્રિલ સુધીના 4 મહિનામાં ઝુંબેશ ચલાવી 1.26 કરોડથી વધુ દંડ વસૂલ્યો છે. જેમાં જાન્યુઆરીમાં 30.81 લાખ, ફેબ્રુઆરીમાં 34.61 લાખ, માર્ચમાં 30.81 લાખ અને એપ્રિલમાં 30.17 લાખની વસૂલાત કરવામાં આવી છે. દંડનું પંચનામું: ક્યાં, કેટલી વસૂલાત કરાઈ? ગંદકી ફેલાવનારા: જાહેરમાં કચરો નાખનારા પાસેથી સૌથી વધુ ₹11.30 લાખ વસૂલાયા હતા. નાઈટ ડ્રાઈવ: રાત્રી દરમિયાન હાથ ધરાયેલા ચેકિંગમાં 4.35 લાખનો દંડ કરાયો હતો. બાંધકામ કાટમાળ (CD Waste): જાહેરમાં કાટમાળ ઠાલવતા બિલ્ડરો પાસેથી 7.47 લાખની વસૂલાત કરાઈ છે. પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ: સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાને 456 લાખનો દંડ ફટકારાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વિશેષ સન્માન:પાટણના પટોળાના કસબી ભરત સાલવીનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે બહુમાન
    Next Article
    આજે મહેસાણાના પાંચ, કડીના એક સેન્ટરમાં 2031 વિદ્યાર્થી નીટ આપશે‎:ગરમીને લઈ નીટના છ પરીક્ષા કેન્દ્રો પર ORS, ગ્લુકોઝ ને ઠંડા પાણીની સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment