Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે મહેસાણાના પાંચ, કડીના એક સેન્ટરમાં 2031 વિદ્યાર્થી નીટ આપશે‎:ગરમીને લઈ નીટના છ પરીક્ષા કેન્દ્રો પર ORS, ગ્લુકોઝ ને ઠંડા પાણીની સુવિધા

    4 days ago

    મેડિકલ, પેરા મેડિકલ પ્રવેશ માટે જરૂરી નીટ પરીક્ષા રવિવારે મહેસાણા શહેરના 5 સેન્ટરમાં 1745 વિદ્યાર્થી અને કડીના 1 સેન્ટરમાં 286 વિદ્યાર્થી આપશે. મહેસાણા ખાતે સાર્વજનિક સંકુલમાં આવેલ જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં 480, વર્ધમાન વિદ્યાલયમાં 360, આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં 480 અને એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં 185 તેમજ મહેસાણા ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયમાં 240 વિદ્યાર્થીઓ, જ્યારે કડીમાં આરએસપીએમ સર્વ વિદ્યાલય હાઇસ્કૂલમાં 286 વિદ્યાર્થી માટે વ્યવસ્થા કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, પરીક્ષાાર્થીઓએ સેન્ટરમાં તેમનું એડમિટ કાર્ડ, આધાર કાર્ડની કોપી અને પાસપોર્ટ ફોટો લઈને આવવાનું રહેશે. પરીક્ષામાં બોલપેન નેશનલ ટેસ્ટીંગ એજન્સી આપશે. સવારે 11 વાગ્યાથી એન્ટ્રી શરૂ થશે અને બાયોમેટ્રિક સહિતની પ્રક્રિયા કરાશે. છેલ્લે 1:30 વાગે ગેટ બંધ થઈ જ શે. 2 વાગે પરીક્ષા શરૂ થશે સાંજે 5 સુધી પરીક્ષા ચાલશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ઠંડા પાણીની દરેક સેન્ટર પર સુવિધા કરાયેલી છે. આરોગ્ય તંત્ર દ્વારા ઓઆરએસ અને ગ્લુકોઝની વ્યવસ્થા કરાઈ છે. સવારે 11 વાગ્યાથી રજીસ્ટ્રેશન શરૂ થશે બપોરે 2 વાગ્યાથી પરીક્ષા શરૂ થશે. જોકે, સવારે 11 વાગ્યાથી રજીસ્ટ્રેશન, બાયોમેટ્રીક્સને ચેકિંગ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. દરેક પરીક્ષા ખંડમાં 24 વિદ્યાર્થી માટે બેઠક વ્યવસ્થા રહેશે. તમામ કેન્દ્રમાં સીસીટીવી કેમેરા અને વીડિયોગ્રાફી કરાશે. ગેરરીતિ અટકાવવા માટે કેન્દ્રોમાં જામર લગાવાયા છે. પરીક્ષા દરમિયાન નેટ સેવા બંધ રહેશે. બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આધારિત આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ આધારે મેરિટ બનશે અને તેના આધારે મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ નક્કી થશે.
    Click here to Read More
    Previous Article
    હવાની ગુણવત્તા બગાડનારી કન્સ્ટ્રક્શન સાઇટ સામે તંત્ર એક્શન મોડમાં:183 બાંધકામ સાઇટ પર ચેકિંગ, રૂા.67.57 લાખનો દંડ વસૂલાયો
    Next Article
    5 લાખથી વધુ લોકો માટે સુવિધા:પેન્શનરોને પોસ્ટમેન ઘરેબેઠાં હયાતીની ખરાઇનું પ્રમાણપત્ર બનાવીને આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment