Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MBBS ઉત્તરવહી કૌભાંડ:વચેટિયા ડો. કનુનું માત્ર એક જ રટણ, હું કંઈ જાણતો નથી : પોલીસ

    2 days ago

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના વર્ષ 2018ના ચર્ચિત MBBS ગુણ સુધારણા કૌભાંડ 2020માં બહાર આવ્યા બાદ તપાસના દોર ચાલ્યા અને ફરિયાદ થયા પછી એક વર્ષ હવે ધરપકડનો દોર શરૂ થયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરેન્ડર થયેલા મુખ્ય વચેટિયા ડૉ. કનુ ચૌધરીના 14 દિવસના રિમાન્ડની માંગણી સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, રિમાન્ડના પ્રથમ દિવસે જ આરોપીએ પોલીસને મચક આપી ન હતી અને તપાસમાં સહયોગ આપવાને બદલે હું કંઈ જાણતો નથી તેવું રટણ ચાલુ રાખતા પોલીસની તપાસ હાલ મડાગાંઠમાં મુકાઈ છે. બી ડિવિઝન પીઆઈ નીરવ શાહના જણાવ્યા મુજબ, આરોપી કનુ ચૌધરીએ કોના કહેવાથી ઉત્તરવહીઓમાં લખાણ કરાવ્યું અને આ નેટવર્ક પાછળ કયા મોટા માથાઓનો હાથ છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. પોલીસ હવે આરોપીની કડકાઈથી પૂછપરછ કરી પુરાવા એકત્ર કરવા મથામણ કરી રહી છે. બીજી તરફ, આ કેસમાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓની જામીન અરજીઓ પણ નામંજૂર થઈ હોવાથી પોલીસ હવે તેમને પકડવા માટે એક્શન મોડમાં આવી છે. ભાજપ નેતાના પુત્ર સહિતના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના રોજમદાર કર્મચારીઓની ધરપકડ બાદ આ કૌભાંડના અનેક કાળા ચહેરાઓ પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મોંઘવારીનો વધુ એક મોટો ડામ:પાટણમાં કોમર્શિયલ ગેસમાં 986નો વધારો થતાં હોટલોમાં હવે થાળી 10 રૂ. મોંઘી થઈ
    Next Article
    વિશેષ સન્માન:પાટણના પટોળાના કસબી ભરત સાલવીનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે બહુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment