Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારીનો વધુ એક મોટો ડામ:પાટણમાં કોમર્શિયલ ગેસમાં 986નો વધારો થતાં હોટલોમાં હવે થાળી 10 રૂ. મોંઘી થઈ

    12 hours ago

    પાટણ શહેરમાં મોંઘવારીનો વધુ એક મોટો ડામ વેપારીઓને લાગ્યો છે.1 મેથી કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં ધરખમ વધારો થતા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અગાઉ જે કોમર્શિયલ ગેસનો બાટલો 2156માં મળતો હતો, તેના ભાવમાં સીધો 986નો વધારો ઝીંકાતા હવે નવો ભાવ ₹3,142 પર પહોંચી ગયો છે. એક તરફ કમરતોડ ભાવ વધારો અને બીજી તરફ સપ્લાયના ધાંધિયાએ ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. શહેરની કોહિનૂર રેસ્ટોરન્ટના સંચાલક જકશીજી ઠાકોરે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે મધ્યમ કદના રેસ્ટોરન્ટને રોજના એક બાટલાની જરૂર પડે છે. પરંતુ જે રીતે ભાવ વધ્યા છે.હવે બાટલા લાવવાનું બંધ કરી દીધું છે. હાલમાં અમે લાકડા પર જ તમામ રસોઈ બનાવીએ છીએ."જોકે, લાકડું પણ મોંઘું પડતું હોવાથી વેપારીઓ બેવડી માર સહન કરી રહ્યા છે.હાલમાં ગેસનો ઉપયોગ માત્ર નામ પૂરતો જ કરવામાં આવી રહ્યો છે.આટલા મોંઘા બાટલા લાવવા પરવડે તેમ ન હોવાથી ડિશના ભાવ વધાર્યા વગર છૂટકો નથી. પરિણામે, ગુજરાતી અને પંજાબી થાળીના ભાવમાં ₹10નો વધારો કરવામાં આવ્યો છે.હવે ગુજરાતી થાળી 100 અને પંજાબી થાળી ₹150માં મળશે. કેટરર્સ વ્યવસાય પર માઠી અસર : વેપારી‎ આ બાબતમાં ભૈરવ રેસ્ટોરન્ટના માલિક જયંતીજી ઠાકોરે જણાવ્યું હતું કે એક તરફ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છીએ. ત્યારે કોમર્શિયલ બાટલામાં આટલો તોતિંગ ભાવ વધારો થયો છે.આટલો મોંઘો બાટલો લાવીને રેસ્ટોરન્ટ ચલાવવું કે ન ચલાવવું તે પણ એક પ્રશ્ન છે. બાટલાના ભાવ વધે તો તેની સામે જમવાનું મેનુ પણ મોઘુ થશે તેની સીધી અસર ગ્રાહકો ઉપર થશે.​કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા કેટરર્સ વ્યવસાય પર માઠી અસર પડી છે. રાકેશભાઈના જણાવ્યા અનુસાર, ખર્ચને પહોંચી વળવા જમવાની ડિશ દીઠ 20નો વધારો કરાયો છે. આ ઉપરાંત, હવે લગ્નના ઓર્ડર વખતે કેટરર્સ દ્વારા ગેસ સિલિન્ડરની વ્યવસ્થા યજમાન (ઘર માલિક) પોતે જ કરે તેવી નવી શરત રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આજે બે પાલિકા અને જિલ્લા પંચાયત માટે સેન્સ લેવાશે‎:સરસ્વતીમાં ટાઈ પડતાં તા.પં. સત્તાનો ફેંસલો ચિઠ્ઠી કે તોડજોડના સહારે
    Next Article
    MBBS ઉત્તરવહી કૌભાંડ:વચેટિયા ડો. કનુનું માત્ર એક જ રટણ, હું કંઈ જાણતો નથી : પોલીસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment