Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે બે પાલિકા અને જિલ્લા પંચાયત માટે સેન્સ લેવાશે‎:સરસ્વતીમાં ટાઈ પડતાં તા.પં. સત્તાનો ફેંસલો ચિઠ્ઠી કે તોડજોડના સહારે

    10 hours ago

    પાટણ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા સત્તાધીશો નક્કી કરવા ભાજપે કમલમ્ ખાતે ગંજીપો ચીપવાનું શરૂ કર્યું છે. પ્રદેશના માંધાતા નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારોની શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા માત્ર પસંદગી નથી, પરંતુ આગામી 2027 વિધાનસભાને ધ્યાનમાં રાખી અઢી વર્ષના સત્તાકીય સમીકરણો અને આંતરિક ખેંચતાણને ખાળવાની એક વ્યૂહાત્મક કવાયત છે. જિલ્લામાં પાટણ અને સિદ્ધપુર બંને તાલુકા પંચાયત કોંગ્રેસ જીતી હોય પ્રમુખ માટે કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. પાટણ તાલુકા પંચાયતની પ્રક્રિયા પૂર્ણ થતા સોમવારે હવે સિદ્ધપુરની સેન્સ પ્રક્રિયા લેવાશે. જોકે, સૌથી વધુ રોમાંચ સરસ્વતી તાલુકા પંચાયતમાં જોવા મળી રહ્યો છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને 12-12 બેઠકો સાથે ટાઈ પડતા સત્તાના પલડામાં ભારે બનવા ‘ચિઠ્ઠી’ તોડજોડની નીતિના એંધાણ વર્તાઈ રહ્યા છે. કોણ બાજી મારશે તે હજુ સસ્પેન્સ છે. પાટણની નવ તાલુકા પંચાયતોના જંગમાં ભાજપે 6 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસે પાટણ અને સિદ્ધપુર ભાજપ પાસેથી છીનવી કબજો કર્યો હોય ત્યાં પણ નિમણૂંકની હલચલ તેજ બની છે. બીજી તરફ, રાધનપુર બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે, જ્યાં ભાજપના એકમાત્ર વિજેતા ઉમેદવાર રમેશભાઈ પરમારનું પ્રમુખ પદ લગભગ નિશ્ચિત મનાય છે. આમ, ભાજપે હવે પાંચ પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામોની માથાકૂટ કરવાની રહેશે. નિરીક્ષકો બાબુભાઈ જેબલિયા, દિલીપ પટેલ અને આશાબેન નકુમ સદસ્યોના મન ફંફોસી રહ્યા છે, જેનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડને સોંપાશે. સત્તાના આ શતરંજમાં કોનું નસીબ ચમકશે તેના પર સમગ્ર જિલ્લાની મીટ મંડાણી છે. આજે ભાજપ જીતેલ પાટણ અને સિદ્ધપુર બંને નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા કાર્યાલય ખાતે યોજાશે. જેમાં પાટણ પાલિકામાં પ્રમુખ પદ માટે ઓબીસી સ્ત્રી અને સિદ્ધપુર નગરપાલિકામાં ઓબીસી જનરલ (સ્ત્રી કે પુરુષ) બંનેમાંથી કોઈપણ પ્રમુખ બની શકે છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ માટે જનરલ બેઠક ઉપર પ્રમુખ પદ માટે અનામત છે. આજે નિરીક્ષકો દ્વારા ઉમેદવારોના સેન્સ લઈ પેનલ તૈયાર કરશે. 10 થી 15 મિનિટ શું કરશો પૂછી ક્ષમતા તપાસી નિરીક્ષકો દ્વારા આ વખતે પ્રમુખ પદ માટે ઉમેદવારોના લેવામાં આવી રહેલા સેન્સમાં દરેક ઉમેદવારને 15 થી 20 મિનિટ સુધી પૂછપરછ કરી હતી. આ વખતે માત્ર નામ અને પક્ષ જોવાના બદલે તમે કેટલા મતોથી જીત્યા?, પરિવારનો રાજકીય ઇતિહાસ શું છે?, શિક્ષણ અને સૌથી મહત્વનું પ્રમુખ બનીને વિસ્તાર માટે શું નવું કરશો? આ પ્રશ્નો દર્શાવે છે કે પક્ષ હવે માત્ર "ચહેરા" નહીં પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામ કરનારા પ્રમુખોની શોધમાં છે. બંને પક્ષ પ્રમુખોની પસંદગી આ રીતે કરશે ભાજપ: વફાદારી અને ક્ષમતા પર ભાર - પાટણ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોની સંગઠન પ્રત્યેની વફાદારી અને પક્ષના કામોમાં સક્રિયતાને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે. નિરીક્ષકોએ સભ્યોને સાથે લઈને ચાલવાની ક્ષમતા, સામાજિક સમીકરણો અને અનુભવ કે નવા ચહેરા પૈકી કોને તક આપવી તે મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. પક્ષના આખરી નિર્ણયની સ્વીકાર્યતા અંગે મંતવ્યો લેવાયા છે. કોંગ્રેસ : ડેલીગેટ્સ મંડળ નામ નક્કી કરશે - કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ રબારીની આગેવાનીમાં પાટણ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પાટણ તાલુકાના 13 ડેલીગેટોએ પક્ષના હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેને શિરોમાન્ય રાખવાની ખાતરી આપી છે. આગામી સોમવારે સિદ્ધપુરમાં આવી જ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે સરસ્વતી તાલુકામાં ટાઈ પડતા ચિઠ્ઠી દ્વારા અથવા મોવડી મંડળની સૂચના મુજબ પ્રમુખ નક્કી થશે.
    Click here to Read More
    Previous Article
    સંઘર્ષથી સફળતા સુધીની સફર‎:સિરામિકનગરી મોરબીની મેગાસિટી બનવા તરફની આગેકૂચ
    Next Article
    મોંઘવારીનો વધુ એક મોટો ડામ:પાટણમાં કોમર્શિયલ ગેસમાં 986નો વધારો થતાં હોટલોમાં હવે થાળી 10 રૂ. મોંઘી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment