Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુદ્ધ જયંતીની કરાઈ ઉજવણી:બોટાદ ખાતે ભગવાન બુદ્ધની જયંતી નિમિત્તે ચોથી ધમ્મ પદયાત્રાની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

    9 hours ago

    સમતા બુદ્ધ વિહાર બોટાદ આયોજીત ભગવાન તથાગત બુદ્ધની 2570મી જયંતિ એટલે સંબોધી વૈશાખ મહોત્સવ ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા ભગવાન બુદ્ધનો જન્મ બુદ્ધત્ત્વ જ્ઞાનપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ પ્રાપ્ત થયેલ તે દિવસને ત્રિવિધ વૈશાખી બુદ્ધ પૂર્ણિમા તરીકે વિશ્વ ભરમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ શહેરમાં બોધિરાજ બૌદ્ધની આગેવાની હેઠળ સમતા બુદ્ધ વિહાર.બોટાદ દ્વારા ચોથી ધમ્મ પદયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંજે 6-00 કલાકે અશોક સ્થંભ મુક્તિધામથી ધમ્મ પદયાત્રા પ્રસ્થાન થઇને જ્યોતિગ્રામ સર્કલ, દિનદયાળ ચોક, ટાવર રોડ, રેલ્વે અંડરબ્રિજ થી ગોકુળીયા નાથની જગ્યાએ યાત્રા સમાપન થઈ હતી ત્યાંથી વાહન સ્વરૂપે યાત્રા સમતા બુદ્ધ વિહારમાં પહોંચી હતી. આ યાત્રામાં શ્રામણેર બૌદ્ધ, ભિક્ખુણી, ઉત્પલવર્ણાજી અમદાવાદ થી યાત્રામાં જોડાયા હતા. યાત્રાનું મોન્ટુભાઇ શ્રીમાળી તથા મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તેમજ એલ .કે .ચૌહાણ દ્વારા ઠંડા આઈસ્ક્રીમ નું વિતરણ કરવામાં આવેલ બોટાદ શહેરમાં સતત ત્રણ વર્ષથી આ પર્વને ઉજવવામાં આવે છે. બુદ્ધ વિહારમાં બુદ્ધ પુજા પૂજા,ત્રિશરણ, પંચશીલ, બુદ્ધ વંદના, કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાની બાળાઓ દ્વારા સ્પિચ સ્પર્ધા અને ડાન્સ કોમ્પિટેશન રાખવામાં આવેલ જેમા ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ ત્યારબાદ રાસ ગરબા નુ પણ આયોજન કરાયું હતુ. જેમાં બહેનોએ રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ગીરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે જયંતિભાઈ ચાવડા , સમતા બુદ્ધ વિહાર પ્રમુખ.બોધિરાજ બૌદ્ધ. મહામંત્રી રાહુલકુમાર વાજા, એચ.કે.પરમાર અને વિનોદભાઈ ભાદરકા હરેશભાઇ ચૌહાણ દ્વારા બુદ્ધ જયંતિ મહોત્સવ ધમ્મ પદયાત્રા ને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    વાહન ચોરોનો તરખાટ‎:સાણંદના સનાથલ ગામે ઘર આંગણેથી એક્ટિવા ચોરાયું
    Next Article
    સંઘર્ષથી સફળતા સુધીની સફર‎:સિરામિકનગરી મોરબીની મેગાસિટી બનવા તરફની આગેકૂચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment