Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહન ચોરોનો તરખાટ‎:સાણંદના સનાથલ ગામે ઘર આંગણેથી એક્ટિવા ચોરાયું

    7 hours ago

    સાણંદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરો બેફામ બન્યા છે. અગાઉ અનેક વખત વાહન ચોરીની ઘટનાઓ સામે આવ્યા બાદ ફરી એકવાર તસ્કરોએ સનાથલ ગામમાંથી ઘર આંગણે પાર્ક કરેલું વાહન ચોરી કરી પલાયન થઈ ગયા છે. સમગ્ર બનાવ અંગે ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સાણંદના સનાથલ ગામે હનુમાન દાદાના મંદિર પાસે રહેતા હિતેશભાઈ અશોકભાઈ સોયંતરના ઘરેથી આ ચોરીની ઘટના બની છે. ગત તા.28 એપ્રિલએ હિતેશભાઈ નોકરી પર ગયા હતા, ત્યારે તેમનું એક્ટિવા ઘરની બહાર રસ્તા પાસે પાર્ક કરેલું હતું. સાંજના સમયે પરિવારના સભ્યો ઘરે આવતા ઘર આંગણે પાર્ક કરેલું વાહન ગાયબ જણાતા આસપાસ તપાસ કરવા છતાં વાહન ન મળી આવતા આખરે અજાણ્યા તસ્કરે રૂ. અંદાજિત કિંમત રૂ. 60 હજારનું એક્ટિવા ચોરી કરી ફરાર થતાં ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાણંદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની અનેક ઘટનાઓમાં પોલીસ ચોપડે નોંધાઈ છે. સાણંદના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ, નવા ટીપી રોડ અને બાયપાસ રોડ પર શંકાસ્પદ વ્યક્તિઓની કડક પૂછપરછ તેમજ સોસાયટી વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગ વધારવામાં અને ખાસ ચાંગોદર, સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં પણ કડક વાહન ચેકિંગ કરવા લોક માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Points Table Today: CSK vs MI Update Orange & Purple Cap, Runs and Wickets List
    Next Article
    બુદ્ધ જયંતીની કરાઈ ઉજવણી:બોટાદ ખાતે ભગવાન બુદ્ધની જયંતી નિમિત્તે ચોથી ધમ્મ પદયાત્રાની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment