Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૈત્રીકરાર કરી આપતા વકીલને માર માર્યો:ઠક્કરનગરમાં યુવતીના પતિ સહિત ચાર લોકોએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો

    9 hours ago

    શહેરના ઠક્કરનગર વિસ્તારમાં રહેતા વકીલે તેના મિત્રનો મૈત્રીકરાર કરાવી આપ્યો હતો. જેને લઇને યુવતીના પતિએ ત્રણ લોકો સાથે મળીને વકીલને બિભત્સ ગાળો બોલીને બંને ક્યાં છે તેમ પૂછીને ફટકાર્યો હતો. બાદમાં કારમાં અપહરણ કરીને ઓફિસમાં લઇ જઇને ફટકારીને મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય શખ્સોએ વકીલના મિત્રની સાવરકુંડલામાં હત્યા પણ કરી નાખી હતી. આ અંગે વકીલે ચારેય શખ્સો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. મૈત્રી કરાર માટે કોલ વકીલને કોલ આવ્યો ઠક્કરનગરમાં રહેતો 24 વર્ષીય યુવક ઘી કાંટા કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. ગત 17 એપ્રિલે તેમના ગામના મિત્ર નિલેશ ચુડાસમાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, સુરતની જાગૃતિ નકુમ સાથે મારે પ્રેમસંબંધ હોવાથી મૈત્રીકરાર કરીને સાથે રહેવુ છે તો તમે મૈત્રીકરાર કરી આપશો. જેથી વકીલે બીજા દિવસે જૂની હાઇકોર્ટ ખાતે મિત્ર સાથે રહીને નિલેષ અને યુવતીનો મૈત્રીકરાર કરાવ્યો હતો. બાદમાં નિલેષ અને તેની પ્રેમિકા ત્યાંથી જતા રહ્યા હતા. ગત 28 એપ્રિલે નિલેષ અને જાગૃતિ બંનેએ વકીલને જૂની હાઇકોર્ટ બોલાવ્યા હતા. જ્યાં બંનેએ અમારા વિરૂદ્ધ વીડિયો વાઇરલ થયો છે, જાનનું જોખમ છે તો શુ કરવુ જોઇએ એવું કહ્યું. જેથી વકીલે એફિડેવિટ કરાવીને કામરેજ અને સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે પોસ્ટ મારફતે અરજી કરાવી હતી. જે બાદ નિલેષ અને જાગૃતિ ગીતામંદિર બસ સ્ટેન્ડ જઇએ છીએ તેમ કહીને નીકળી ગયા હતા. અજાણ્યા શખસોએ વકીલને માર માર્યો બાદમાં સાંજના સમયે વકીલ ઘરે હતા ત્યારે જાગૃતિનો પતિ વિજય નકુમ, તરૂણ બાંભણીયા, અમિત હડિયા અને અજાણ્યો એક શખ્સ આવ્યા હતા અને જાગૃતિ અને નિલેષ ક્યાં છે તેનો મૈત્રીકરાર તમે બનાવ્યો છે કહીને બિભત્સ ગાળો બોલીને માર માર્યો હતો. આટલું જ નહિ ધમકી આપીને વકીલનું અપહરણ કરીને કારમાં બેસાડીને એક ઓફિસમાં લઇ જઇને લાકડીથી ફટકાર્યો હતો. તેમજ શખ્સોએ વકીલને સાથે રાખીને ગીતામંદિર અને આસપાસની હોટલોમાં ચેકિંગ કર્યુ હતુ. આ દરમિયાન વકીલ ત્યાંથી મોકો જોઇને ભાગી છૂટ્યો હતો. જે બાદ તપાસ કરતા નિલેશની પણ તમામ શખસોએ ભેગા મળીને હત્યા કરી હતી. આ અંગે વકીલે ચારેય શખ્સો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈએ ચેન્નઈને 160 રનનો ટાર્ગેટ આપ્યો:CSKએ ખૂબ જ મોટી વિકેટ ગુમાવી, બુમરાહે સેમસનને વિકેટકીપર રિકેલ્ટનના હાથે કેચ કરાવ્યો
    Next Article
    વડોદરાની દીકરીઓનો ICC મહિલા ટી-20 વર્લ્ડ કપમાં દબદબો:રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાની ટીમમાં પસંદગી, કિરણ મોરે અને પ્રણવ અમીને આપી શુભેચ્છાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment