Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની દીકરીઓનો ICC મહિલા ટી-20 વર્લ્ડ કપમાં દબદબો:રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાની ટીમમાં પસંદગી, કિરણ મોરે અને પ્રણવ અમીને આપી શુભેચ્છાઓ

    10 hours ago

    ICC મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વડોદરાની બે પ્રતિભાશાળી ખેલાડીઓ રાધા યાદવ અને યાસ્તિકા ભાટીયાએ સ્થાન મેળવીને સંસ્કારી નગરીનું ગૌરવ વધાર્યું છે. આ બંને ખેલાડીઓ લાંબા સમયથી ભારતીય ટીમનો હિસ્સો રહી છે અને તેમની પસંદગીથી વડોદરાના ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલ છે. 8 વર્ષની ઉંમરથી ટીમ ઈન્ડિયા સુધીની સફર યાસ્તિકાએ માત્ર 8 વર્ષની વયે વડોદરાના પોલો ગ્રાઉન્ડ સ્થિત યુથ સર્વિસ સેન્ટરથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેની સખત મહેનતના પરિણામે બરોડા ક્રિકેટ એસોસિએશનની અન્ડર-19 અને ત્યારબાદ સિનિયર ટીમમાં પસંદગી થઈ હતી. વર્ષ 2021માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યા બાદ, તેણે 2022ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એકસાથે ટી-20, વન-ડે અને ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો હતો. શાકભાજીની રેંકડી ચલાવતા પિતાની દીકરીની સંઘર્ષગાથા રાધા યાદવની સફર અત્યંત પ્રેરણાદાયી છે; તેણે મુંબઈના કાંદીવલીની ગલીઓમાંથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેના પિતા ઓમપ્રકાશ યાદવ શાકભાજીની રેંકડી ચલાવતા હોવા છતાં, તેમણે રાધાના ક્રિકેટ પ્રત્યેના લગાવને ઓળખી તેને કોચિંગ અપાવ્યું હતું. એક સમયે વડોદરાના ગોરવા વિસ્તારમાં ભાડાના નાનકડા ઓરડામાં રહીને સંઘર્ષ કરનાર રાધા આજે વિશ્વ સ્તરે વડોદરાનું નામ રોશન કરી રહી છે. ક્રિકેટ જગતના દિગ્ગજોએ અભિનંદન પાઠવ્યા બંને ખેલાડીઓની આ સિદ્ધિને બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રમુખ પ્રણવ અમીન અને સીઈઓ સ્નેહલ પરીખે બિરદાવી છે. તેમણે જણાવ્યું કે આ બંને ખેલાડીઓ બરોડા ક્રિકેટના શ્રેષ્ઠ મૂલ્યો અને સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. ક્રિકેટ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ અને પૂર્વ દિગ્ગજ ખેલાડી કિરણ મોરેએ પણ રાધાના દબાણ હેઠળના નિયંત્રણ અને યાસ્તિકાની ઉત્કૃષ્ટ ટેકનિકની પ્રશંસા કરતા તેમને ભારતીય ટીમ માટે અમૂલ્ય ગણાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મૈત્રીકરાર કરી આપતા વકીલને માર માર્યો:ઠક્કરનગરમાં યુવતીના પતિ સહિત ચાર લોકોએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો
    Next Article
    26 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી:બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, 8 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન; પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment