Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ ભાજપ મહામંત્રીની નવા કાઉન્સિલરોને કડક ચીમકી:'ઘરની વાત બહાર ન જાય', પણ બેઠકનો વીડિયો વાયરલ

    6 days ago

    વલસાડ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા બાદ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલે નવા ચૂંટાયેલા કાઉન્સિલરોનો ઉધડો લીધો હતો. આ બેઠકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વાયરલ વીડિયોમાં કમલેશ પટેલ કાઉન્સિલરોને કડક શબ્દોમાં શિસ્ત જાળવવા સૂચના આપતા સંભળાય છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "આપણું ઘર મોટું થયું છે એટલે મતભેદ અને મનભેદ રહેવાના, પણ ઘરની વાત ઘરમાં જ રાખવાની. બહાર જઈને મીડિયા સામે હીરો બનવાની કોશિશ કરી તો પાર્ટીમાંથી સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવશે." મહામંત્રીએ આગામી સામાન્ય સભા અંગે પણ આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "સભામાં કોઈપણ પ્રકારનો વિવાદ થવો જોઈએ નહીં. જે પણ ચર્ચા કરવી હોય તે અહીં કાર્યાલય પર કરી લેવી. સામાન્ય સભા 15-20 મિનિટમાં જ પૂરી થઈ જવી જોઈએ." ભાજપના આંતરિક શિસ્તના પાઠ ભણાવતી આ બેઠકમાં જ કોઈએ વીડિયો ઉતારીને વાયરલ કરી દેતા ભાજપની 'શિસ્ત' પર જ સવાલો ઉઠ્યા છે. એક તરફ મહામંત્રી કાઉન્સિલરોને ઘરની વાત બહાર ન લઈ જવા ધમકાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ તે જ બેઠકનો વીડિયો વાયરલ થતા પાલિકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો:LCBએ ₹46,648ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી
    Next Article
    રાજકોટમાં ભરઉનાળે રસ્તા પર પાણી વહ્યુ:મનપાના સિટી ઇજનેરે કહ્યું - એ તો DI પાઇપલાઇન નાખવાના કામ દરમિયાનનું ફ્લશિંગ હતુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment