Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભરઉનાળે રસ્તા પર પાણી વહ્યુ:મનપાના સિટી ઇજનેરે કહ્યું - એ તો DI પાઇપલાઇન નાખવાના કામ દરમિયાનનું ફ્લશિંગ હતુ

    6 days ago

    રાજકોટના વોર્ડ નંબર 11માં આજે 2 મે ના ભરઉનાળે પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. અહીંના રાજદીપ મેઈન રોડ પર ગિરનાર સોસાયટીમાં શેરીમાં પાણીની જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ સમયે અહીંના રહેવાસીઓ ડબલાથી પાણી ભરતા નજરે પડ્યા હતા. જેનો વિડિયો પણ વાયરલ થયો છે. જોકે આ બાબતે મહાનગરપાલિકાના સીટી ઇજનેર કુંતેશ મેતાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ પાણીનો વેડફાટ ન હતો કે પાઇપલાઇન પણ તૂટી ન હતી. આ વિસ્તારમાં DI પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ફ્લશિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પાઇપ લાઇનમાં લીકેજ નથી ને? અને ગટરનું ગંદુ પાણી પાઇપ લાઇનમાં ઘૂસી જતું નથી ને ? તે ચકાસવામાં આવે છે. જેને લીધે થોડું પાણી જવા દેવું પડે છે. આ પ્રકારની પ્રક્રિયા દરેક વિસ્તારોમાં થાય છે. જેથી આમાં કોઈ કોર્પોરેશનની બેદરકારી નથી. રાજકોટ જિલ્લામાં માર્ચની તુલનામાં એપ્રિલમાં 420 મિલકતો ઓછી વેચાતા સરકારને આવકમાં 3.02 કરોડનું ગાબડુ રાજકોટ શહેર જિલ્લામાં ગત એપ્રીલ 2026માં 14050 મિલકતોનું વેચાણ થવા પામેલ છે. જેના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં થતા સ્ટેમ્પ ડયુટી અને ફીની રૂ.858,30,90,97ની આવક રાજય સરકારને થવા પામી છે.જોકે માર્ચ 2026ની સરખામણીમાં ગત માસે દસ્તાવેજોના રજીસ્ટ્રેશનની સંખ્યામાં 420નો ઘટાડો થવા પામેલ છે માર્ચ 2026માં 14470 દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન થવા પામેલ હતું. માર્ચ 2026માં મિલકતોના આ દસ્તાવેજોના રજી.ની ફી અને સ્ટેમ્પ ડયુટીની રૂ.888,52,83,33ની આવક સરકારને થવા પામી હતી.જયારે ગત એપ્રિલ 2026માં 14050 મિલકતોના રજીસ્ટ્રેશન થતા ગત માર્ચ 2026ની સાપેક્ષમાં દસ્તાવેજોના રજી.ની ફી અને સ્ટેમ્પ ડયુટીની આવકમાં રૂ.3.02 કરોડનું ગાબડુ પડેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે ગત એપ્રલ 2026માં રાજકોટ શહેર જીલ્લામાં સૌથી વધુ મિલકતોનું વેચાણ મોરબી રોડ વિસ્તારમાં થવા પામેલ છે. મોરબી રોડ વિસ્તારમાં 1740 મિલકતોનું વેચાણ થવા પામેલ છે.જયારે વિંછીયામાં સૌથી ઓછી 85 મિલકતોનું વેચાણ થવા પામેલ છે. જયારે શહેરના રતનપર વિસ્તારમાં 968, મવડી વિસ્તારમાં 1508, કોઠારીયામાં 1026, રાજકોટ રૂરલમાં 939 મવા વિસ્તારમાં 881, રાજકોટ-1માં 908 અને રૈયા રોડ વિસ્તારમાં 1025 મિલકતોનું વેચાણ થવા પામેલ છે. આમ રાજકોટ શહેર જીલ્લામાં એપ્રીલ 2026માં 14050 મિલકતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન જિલ્લાની 18 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં કરવામાં આવેલૂ છે. આ દસ્તાવેજોની ફીની રૂ.12,04,61,543 અને સ્ટેમ્પ ડયુટીની રૂ.737,84,75,54 મળી કુલ રૂ.858,30,90,97ની આવક રાજય સરકારને થવા પામી છે. રાજકોટની દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા ઈન્ટરનેશનલ ગોલ્ડન અચીવર એવોર્ડથી સન્માનિત દિલ્હી ખાતે મન કી ઉડાન ફાઉન્ડેશન દ્વારા ઈન્ટરનેશનલ ગોલ્ડન અચીવર એવોર્ડ – 2026’ અને વિકસિત ભારત-2047 રાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દેશભરના રાજકારણ, ફિલ્મ, ઉદ્યોગ અને સમાજસેવા ક્ષેત્રનાં 36 થી વધુ પ્રતિષ્ઠિત હસ્તીઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટનાં ગૌરવ સમાન દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયાને તેમના વિશિષ્ઠ પ્રદાન બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં. આ તકે સોનલ વસોયાએ મન કી ઉડાન ફાઉન્ડેશનનાં અધ્યક્ષા એડવોકેટ ચંચલ ગુપ્તાનો ખાસ આભાર માન્યો છે. વિકસિત ભારત 2047 ના વિઝનને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કોન્ક્લેવમાં શિક્ષણ, આરોગ્ય, એમ.એસ.એમ.ઈ., ડિજિટલ ઈન્ડિયા, મહિલા સશક્તિકરણ, યુવા શક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પેરા નેશનલ ચેમ્પિયન સોનલ વસોયાએ વર્ષ 2024 માં ટોક્યો ખાતે આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં પેરા કેનો કાયાકિંગ વોટર સ્પોર્ટ્સમાં સિલ્વર તેમજ વર્ષ 2025માં થાઈલેન્ડ ખાતે બ્રોન્ઝ મેડલ અપાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાજકોટ જિલ્લા-તાલુકા મથકો પર તા.1 જૂનથી મોન્સુન કન્ટ્રોલરૂમ શરૂ રાજકોટ જિલ્લા-તાલુકા મથકો પર આગામી તા.1 જૂનથી મોન્સુન કન્ટ્રોલરૂમ ધમધમતા કરી દેવામાં આવનાર છે. જેમાં જિલ્લા કક્ષાનો ક્ધટ્રોલરૂમ કલેકટર કચેરી ખાતે ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં શરૂ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લામાં આગામી વર્ષાઋતુ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થવાને કારણે પૂર, અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ તથા વાવાઝોડા અને અન્ય આપત્તિના સમયે તાત્કાલિક તકેદારીના પગલાં લઈ રાહત બચાવની કામગીરી સત્વરે હાથ ધરી શકાય, તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર ડો. ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન પ્રિપેર્ડનેસ અંગેની મીટિંગ યોજાશે. આ બેઠક આગામી તા. 04 મેના રોજ સાંજે 04 કલાકે સભાખંડ, ત્રીજો માળ, કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ ભાજપ મહામંત્રીની નવા કાઉન્સિલરોને કડક ચીમકી:'ઘરની વાત બહાર ન જાય', પણ બેઠકનો વીડિયો વાયરલ
    Next Article
    વેટ ચોરી કેસમાં ઈગલ ટ્રાવેલ્સના સહમાલિકોની ધરપકડ:વેરા વસૂલાતની ખાસ સ્કવોડે એક ભાઈને રાજકોટથી, બીજાને અમદાવાદથી અરેસ્ટ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment