Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેટ ચોરી કેસમાં ઈગલ ટ્રાવેલ્સના સહમાલિકોની ધરપકડ:વેરા વસૂલાતની ખાસ સ્કવોડે એક ભાઈને રાજકોટથી, બીજાને અમદાવાદથી અરેસ્ટ કર્યા

    6 days ago

    રાજકોટની એક સમયની નામાંકિત ઈગલ ટ્રાવેલ્સના બે સહમાલિકોની કરોડો રૂપિયાની વેટચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વેરાવસૂલાત શાખાની ટીમ દ્વારા એક માલિકની રાજકોટથી જ્યારે બીજાની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. 2015 સુધીમાં કરચોરીની રકમ 28 કરોડ સુધી પહોંચી ગઈ હતી ઈગલ મોટર્સ પ્રા. લી. નામની કંપનીની સ્થાપના વર્ષ 2005માં રસિકભાઈ બાવરીયા (ગોળવાળા), મનિષભાઈ રસિકભાઈ બાવરીયા, જયેન્દ્ર રસિકભાઈ બાવરીયા, દિનેશભાઈ રસિકભાઈ બાવરીયા અને કંચનબેન રસિકભાઈ બાવરીયા દ્વારા કરવામાં આવી હતી. સ્થાપનાના બે વર્ષ બાદથી કંપનીએ રાજ્ય વેરા અને કેન્દ્રીય વેચાણ વેરાની રકમો સરકારમાં જમા કરાવવાનું બંધ કરી દીધું હતું. વર્ષ 2015 સુધીમાં આ રકમ રૂ. 28 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આટલો મોટો વાણિજ્ય વેપાર હોવા છતાં કંપની ફડચામાં ગઈ હતી. વર્ષ 2015 અને 2019માં રાજ્ય વેરા કમિશનરે રિકવરીની નોટિસો આપી હતી, તેમ છતાં આરોપીઓએ આ રકમ સરકારમાં જમા ન કરાવતા તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 9 મહિના પહેલા જયેન્દ્ર બાવરીયાએ કરેલી આગોતરા જામીન અરજી રદ કરાઈ હતી વેટ ચોરી કેસમાં જયેન્દ્ર બાવરીયા તરફથી 9 મહિના પહેલા રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી જે કોર્ટે રદ કરી હતી. આરોપીઓ જયેન્દ્ર રસિકભાઈ બાવરીયા અને કંચનબેન રસિકભાઈ બાવરીયાએ સેશન્સ કોર્ટમાં 9 મહિના પહેલા આગોતરા જામીન અરજી રજૂ કરી દલીલો કરી હતી કે, દિનેશભાઈ રસિકભાઈ બાવરીયા વર્ષ 2007માં તેમજ કંચનબેન રસિકભાઈ બાવરીયા વર્ષ 2011માં ડિરેક્ટર પદેથી નિવૃત થયા છે. આ કારણસર તેઓની વેરો ભરવાની જવાબદારી થતી નથી. આ ઉપરાંત જે ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે, તે ગુનાની મહત્તમ સજા 5 વર્ષ છે, જેથી તેમને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા જોઈએ. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમનો કેસ ટાંકી દલીલ કરાઈ હતી 9 મહિના પૂર્વે આગોતરા જામીન અરજી સમયે સરકારી વકીલે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમનો કેસ ટાંકી રજૂઆત કરી હતી કે,ચિદમ્બરમને પણ પોલીસ તપાસ પૂર્ણ થઈ ત્યારબાદ સુધી જામીન આપવામાં આવ્યા ન હતા. સરકાર તરફેની આ તમામ રજૂઆતોને ધ્યાનમાં લઈ અધિક સેશન્સ જજ સી.જે. પટેલે જયેન્દ્ર રસિકભાઈ બાવરીયા અને કંચનબેન રસિકભાઈ બાવરીયાની આગોતરા જામીન અરજીઓ રદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ભરઉનાળે રસ્તા પર પાણી વહ્યુ:મનપાના સિટી ઇજનેરે કહ્યું - એ તો DI પાઇપલાઇન નાખવાના કામ દરમિયાનનું ફ્લશિંગ હતુ
    Next Article
    Special helmet drive by traffic police in Rajkot | હેલ્મેટ અંગે ખાસ ડ્રાઈવ | Rules | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment