Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો:LCBએ ₹46,648ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી

    6 days ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹46,648ની કિંમતની 68 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચનાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ દારૂ-જુગાર જેવી બદીઓ રોકવા માટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત LCBને સઘન કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગરના નવી હાઉસીંગ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ઇમરાનભાઇ અયુબભાઇ પઠાણ (રહે. સુરેન્દ્રનગર, નવી હાઉસીંગ) નામના ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો. મકાનમાંથી પાસ-પરમિટ વગરની વિદેશી દારૂની કુલ 68 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹46,648 આંકવામાં આવી છે. આરોપી ઇમરાનભાઇ અયુબભાઇ પઠાણ વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં LCB ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા તેમજ હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા, કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ દાદરેસા, અશ્વિનભાઇ માથુકીયા, ચંદ્રવિજયસિંહ રાણા અને મેહુલભાઇ મકવાણા સહિતના સ્ટાફ જોડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ધારીમાં રિસોર્ટમાંથી રૂ.11.49 લાખની ચોરી:પ્રસંગમાં આવેલી મહિલાના પર્સમાંથી સોના-રોકડ દાગીના ગાયબ; પોલીસ તપાસ શરૂ.
    Next Article
    વલસાડ ભાજપ મહામંત્રીની નવા કાઉન્સિલરોને કડક ચીમકી:'ઘરની વાત બહાર ન જાય', પણ બેઠકનો વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment