Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પાણી મામલે નૂરી પાર્કની મહિલાઓનો વિરોધ:વેચાતુ પાણી લેવા મજબૂર બન્યા હોવાના આરોપ સાથે મહાનગરપાલિકામાં રજૂઆત કરી

    12 hours ago

    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાછળ આવેલી નૂરી પાર્ક સોસાયટીની મહિલાઓએ 15 દિવસથી પીવાનું પાણી ન મળવા અને પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનું વિતરણ થયું નથી. ઉનાળાની 43 ડિગ્રીની આસપાસ પહોંચેલા તાપમાનમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નાના અને મધ્યમ વર્ગના પરિવારોને 700 થી 800 રૂપિયા ખર્ચીને એક ટેન્કર પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. પાણી ઉપરાંત, સોસાયટીમાં રોડ-રસ્તાની સ્થિતિ પણ અત્યંત ખરાબ છે. છેલ્લા છ વર્ષથી રોડ-રસ્તા અંગેની રજૂઆતો છતાં કોઈ મરામત કામગીરી થઈ નથી. રોડ પર મોટા ખાડા પડી ગયા હોવાથી બાળકો અને વૃદ્ધો અનેકવાર પડી જાય છે, જેના કારણે અકસ્માતો પણ સર્જાય છે. સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ છે. અંદાજિત 150 થી વધુ મકાનો ધરાવતી આ સોસાયટીમાં 15 થી વધુ સ્ટ્રીટ લાઇટના થાંભલા ઊભા કરાયા છે, પરંતુ એક પણ થાંભલા પર લાઇટ લગાવવામાં આવી નથી. રાત્રિ દરમિયાન અંધારાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક મહિલાઓએ મહાનગરપાલિકા ખાતે અધિકારીઓને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હલ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જબલપુર ઘટનાના મૃતકોને પોરબંદરમાં શ્રદ્ધાંજલિ અપાઈ:વેપારીઓએ મૌન પાળી માતા-પુત્રના નિધન પર શોક વ્યક્ત કર્યો
    Next Article
    મે મહિનામાં માથુ ફાડી નાખે તેવી ગરમી પડશે:આજે 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અગનભઠ્ઠી બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment