Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મે મહિનામાં માથુ ફાડી નાખે તેવી ગરમી પડશે:આજે 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અગનભઠ્ઠી બન્યું

    20 hours ago

    રાજ્યમાં ફરી અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોટા ભાગના શહેરમાં ગરમીનુ જોર વધ્યું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. 10 શહેરમાં તાપમાન તો 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હજુ પણ ગરમી અને ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે. આજે 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યમાં મેં મહિનામાં તાપમાન મહત્તમ કરતા ઊંચું રહેશે. મોટા ભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. ત્રીજા, ચોથા અઠવાડિયે 4થી 5 દિવસ હીટવેવ મે મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં અમદાવાદમાં પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચતાં માથું ફાડી નાખે તેવી ગરમી અનુભવાશે. બપોરના સમયે રસ્તાઓ પર ઓછી અવરજવર જોવા મળી ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજું ફરી એકવાર તેજ બન્યું છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ખાસ કરીને અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સુધી પહોંચી જતા અમદાવાદીઓ આકરા તાપમાં શેકાઈ ગયા છે. બપોરના સમયે રસ્તાઓ પર ઓછી અવરજવર જોવા મળી રહી છે, જ્યારે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, 44 ડિગ્રીએ પારો પહોંચી શકે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાનું છે. આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈપણ બદલાવ જોવા મળશે નહીં. બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર જોવા મળી રહી છે. તેમજ વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. વધુમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, એક દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. જો કે આગામી સમયમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચી શકે તેમ હોવાથી સિટી માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મે મહિનાની શરૂઆતમાં ગરમી અને ઉકળાટ પવનની દિશા બદલાતા રાજ્યના નાગરિકોને અસહ્ય ગરમીથી રાહત મળશે. પરંતુ 48 કલાક સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળવાનો નથી. અત્યારે પશ્ચિમ દિશાથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના ઓછામાં ઓછા 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. જે મે મહિનાની શરૂઆતમાં જ ગંભીર ગરમીની સ્થિતિ દર્શાવે છે. આ સાથે ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉનાળામાં અન્ય મહિનાઓ કરતાં મે મહિનામાં કેમ વધુ ગરમી? મે મહિના દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારત અને રાજસ્થાન તરફથી આવતા ગરમ અને સૂકા પશ્ચિમના પવન, એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન-વાદળની અછતથી જમીન ઝડપથી ગરમ થાય છે. આ સાથે જ અરબી સમુદ્ર તરફથી ભેજ ઓછો મળતાં ‘ડ્રાય હીટ’ વધુ અનુભવાય છે. દિવસે સૂર્યપ્રકાશ વધુ સમય રહેવાથી તાપમાન ઝડપથી 42થી 44 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ વખતે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસર ઓછી હોવાથી ગરમીથી લાંબી રાહતની શક્યતા ઓછી છે, પણ ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ છે. આમ ઉનાળામાં અન્ય મહિનાઓ કરતાં મે મહિનામાં ગરમી અને હીટવેવનું પ્રમાણ વધુ રહે છે. કેટલું તાપમાન હોય ત્યારે હીટવેવ કહેવાય? મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ અથવા સામાન્ય તાપમાન કરતાં 4.5થી 6.4 ડિગ્રી વધુ રહે તો તેને હીટવેવ કહે છે. આ પણ વાંચો દેશના 9 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ, યુપીના 15 જિલ્લામાં તાપમાન 30 થી 32°C ભીષણ ગરમીનો સામનો કરી ચૂકેલા દેશના મોટા ભાગમાં શનિવારે તેજ પવનો સાથે વરસાદથી રાહત મળશે. દેશના 9 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદ અને કરા પડવાનું એલર્ટ છે. આનાથી તાપમાનમાં 3-5°C સુધીનો ઘટાડો થશે. ઉત્તર પ્રદેશના 15 જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30 થી 32°C ની વચ્ચે રહ્યું. ઉરઈ 41.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર છે, જ્યારે હરદોઈમાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 17°C રહ્યું. મધ્ય પ્રદેશમાં ભીષણ ગરમીના સમયગાળા વચ્ચે વાવાઝોડા-વરસાદ સાથે કરા પણ પડી રહ્યા છે. હવામાન વિભાગે શનિવારે ગ્વાલિયર સહિત 21 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ દરમિયાન 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. છેલ્લા બે દિવસમાં રાજ્યના 35 જિલ્લાઓમાં વરસાદ, કરા અથવા વાવાઝોડું આવી ચૂક્યું છે. બિહારમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે. કૈમૂરમાં શુક્રવારે વીજળી પડવાથી એક મજૂરનું મૃત્યુ થયું. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પાણી મામલે નૂરી પાર્કની મહિલાઓનો વિરોધ:વેચાતુ પાણી લેવા મજબૂર બન્યા હોવાના આરોપ સાથે મહાનગરપાલિકામાં રજૂઆત કરી
    Next Article
    બાલાસિનોરમાં NEET-2026 પરીક્ષાની તૈયારીઓ:કાયદો-વ્યવસ્થા જાળવવા કલેક્ટર અર્પિત સાગરે બેઠક યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment