Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલાસિનોરમાં NEET-2026 પરીક્ષાની તૈયારીઓ:કાયદો-વ્યવસ્થા જાળવવા કલેક્ટર અર્પિત સાગરે બેઠક યોજી

    10 hours ago

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી 3 મે, 2026 ના રોજ આયોજિત NEET-2026 પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે, બાલાસિનોર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ વર્ષે NEET પરીક્ષા માટે બાલાસિનોરમાં ઓચ્છવલાલ શેઠ હાઈસ્કૂલ અને બાલાસિનોર મોડલ સ્કૂલને પરીક્ષા કેન્દ્રો તરીકે ફાળવવામાં આવ્યા છે. કલેક્ટર અર્પિત સાગરે મોડલ સ્કૂલ-બાલાસિનોરની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાર્થીઓ માટેની વ્યવસ્થાઓ અને સુરક્ષા બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને પરિવહનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી છે. તેના ભાગરૂપે, એસ.ટી. વિભાગ દ્વારા NEET ના વિદ્યાર્થીઓ માટે ત્રણ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસ સેવા દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે. કલેક્ટરની આ મુલાકાત અને સમીક્ષા બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટા, પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, આરોગ્ય અધિકારી, પોલીસ વિભાગની ટીમ અને એસ.ટી. વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પરીક્ષાના સુચારુ અને પારદર્શક સંચાલન માટે વહીવટીતંત્રની સજ્જતા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મે મહિનામાં માથુ ફાડી નાખે તેવી ગરમી પડશે:આજે 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અગનભઠ્ઠી બન્યું
    Next Article
    BJP sense process in Botad | બોટાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા સેન્સ' પ્રક્રિયા શરૂ | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment