Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જબલપુર ઘટનાના મૃતકોને પોરબંદરમાં શ્રદ્ધાંજલિ અપાઈ:વેપારીઓએ મૌન પાળી માતા-પુત્રના નિધન પર શોક વ્યક્ત કર્યો

    11 hours ago

    જબલપુરમાં બનેલી કરુણ ઘટનાના પગલે પોરબંદરના વેપારી મંડળો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક માતા અને તેના પુત્રના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. પોરબંદરના કાપડ એસોસિએશન, કટલેરી એસોસિએશન સહિત વિવિધ ક્ષેત્રના વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વેપારીઓએ બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી. વેપારીઓએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે માતાનો પ્રેમ અજોડ હોય છે અને આ ઘટનાએ માતાના બલિદાનની ભાવના ફરી સાબિત કરી છે. વેપારીઓએ આ ઘટનાને અત્યંત વેદનાદાયક ગણાવી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકીથી પરિણીતાનો આપઘાત:ગોધરામાં બે સંતાનની માતા સુસાઈડ નોટ લખી પંખે લટકી ગઈ, કાકાજી સસરા સામે આક્ષેપ
    Next Article
    સુરેન્દ્રનગરમાં પાણી મામલે નૂરી પાર્કની મહિલાઓનો વિરોધ:વેચાતુ પાણી લેવા મજબૂર બન્યા હોવાના આરોપ સાથે મહાનગરપાલિકામાં રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment