Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકીથી પરિણીતાનો આપઘાત:ગોધરામાં બે સંતાનની માતા સુસાઈડ નોટ લખી પંખે લટકી ગઈ, કાકાજી સસરા સામે આક્ષેપ

    12 hours ago

    ગોધરાના બામરોલી રોડ પર આવેલી સત્યમ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરિજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, તેના જ કાકા સસરા દ્વારા અશ્લીલ ફોટા વાયરલ કરવાની સતત ધમકી મળતા બે સંતાનની માતાએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું. ઓઢણી વડે પંખા સાથે ફાંસો: સુસાઈડ નોટ કબજે મૃતક પરિણીતા ગાયત્રી રાવળ (ઉં.વ. 28) એ આજે બપોરના સમયે પોતાના ઘરમાં ઓઢણી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જે હાલ પોલીસ તપાસનો મુખ્ય વિષય બની છે. કાકા સસરા સામે બ્લેકમેલિંગનો આક્ષેપ: પતિની કેફિયત મૃતકના પતિ સચિનકુમાર રાવળે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમની જ સોસાયટીમાં રહેતા તેમના કાકા કલ્પેશ ઉર્ફે મોન્ટુ રાવળ આ પ્રકરણમાં સીધી રીતે સંડોવાયેલા છે. સચિનકુમારે ગંભીર આરોપ લગાવ્યો છે કે, આરોપી કલ્પેશ ગાયત્રીબેનને તેમના અંગત વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને છેલ્લા ઘણા સમયથી બ્લેકમેલ કરતો હતો. અંતિમ પગલું ભરવા મજબૂર: પરિજનોમાં ભારે આક્રોશ પરિજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, સતત મળતા માનસિક ત્રાસ, બ્લેકમેલિંગ અને ધમકીઓના કારણે કંટાળીને આખરે પરિણીતાએ મજબૂરીમાં આ અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્વજનોમાં ભારે આક્રોશ અને રોષની લાગણી જોવા મળી રહી છે. ન્યાયિક તપાસની માંગ: પોલીસ પ્રશાસનને રજૂઆત આ ઘટના બાદ પરિવારે પોલીસ પ્રશાસન પાસે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. સ્વજનોએ માંગણી કરી છે કે આ ગંભીર કિસ્સામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભોગ બનનારને ન્યાય મળી શકે. પરિવારમાં શોકનું મોજું: બે સંતાનોએ માતા ગુમાવી મૃતકના પતિ સચિનકુમાર રાવળ એક ખાનગી એજન્સીમાં ડિલિવરી બોય તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દંપતીને ૧૧ વર્ષનો પુત્ર પ્રિન્સ અને ૭ વર્ષની પુત્રી પ્રેક્ષા એમ બે સંતાનો છે. માતાના અકાળે અવસાનથી માસૂમ બાળકોએ છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં પ્રભારી સચિવની સમીક્ષા બેઠક યોજાઈ:શિક્ષણ, આરોગ્ય અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ પર માર્ગદર્શન આપ્યું
    Next Article
    જબલપુર ઘટનાના મૃતકોને પોરબંદરમાં શ્રદ્ધાંજલિ અપાઈ:વેપારીઓએ મૌન પાળી માતા-પુત્રના નિધન પર શોક વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment