Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં પ્રભારી સચિવની સમીક્ષા બેઠક યોજાઈ:શિક્ષણ, આરોગ્ય અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ પર માર્ગદર્શન આપ્યું

    9 hours ago

    હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ અને રાજ્યના આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અને વિકાસકામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રભારી સચિવએ અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રભારી સચિવએ શિક્ષણ અને આરોગ્ય વિભાગની કામગીરી પર વિશેષ ભાર મૂક્યો હતો. શિક્ષણ વિભાગમાં બાળકોના નામાંકન, શાળા પ્રવેશોત્સવ, ડ્રોપઆઉટ ઘટાડવા અને ધોરણ 10-12ના પરિણામો સુધારવા અંગે ચર્ચા થઈ હતી. ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ટ્રાઇબલ શાળાઓ, છાત્રાલયો અને સ્કૂલ ઓફ એક્સેલન્સની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પાણી પુરવઠા અને આરોગ્ય વિભાગ માટે જમીન સંપાદન તથા વીજળી જેવી સુવિધાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. પ્રભારી સચિવએ કમોસમી વરસાદ અને અગાઉના વર્ષમાં થયેલા પાક નુકસાનના વળતર અંગે સમીક્ષા કરી હતી. તેમણે સૂચન કર્યું કે સરકારી યોજનાઓના લાભો સમયસર અને પારદર્શક રીતે છેવાડાના માનવી સુધી પહોંચે તે વહીવટીતંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને 'પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ' અંગે પણ ચર્ચા થઈ હતી. પ્રભારી સચિવએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, નદી-નાળાની સફાઈ, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં અને આપત્તિ વ્યવસ્થાપન માટેના આગોતરા આયોજન અંગે તમામ વિભાગોને સંકલનમાં રહી કામ કરવા સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાદુએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ ગ્રામ્ય સ્તરે થતા વિકાસલક્ષી કાર્યો અને પંચાયત વિભાગની સજ્જતા અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતપોતાના વિભાગની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈ સામે મુંબઈની પહેલી વિકેટ પડી:અંશુલ કંબોજે વિલ જેક્સને પેવેલિયન ભેગો કર્યો, ડેબ્યૂ મેચમાં ઘોષે કેચ પકડ્યો
    Next Article
    અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકીથી પરિણીતાનો આપઘાત:ગોધરામાં બે સંતાનની માતા સુસાઈડ નોટ લખી પંખે લટકી ગઈ, કાકાજી સસરા સામે આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment