Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા પોલીસની લાલ આંખ:હત્યાના ફરાર આરોપીની ધરપકડ, દારૂના તસ્કર પર પાસા હેઠળ અમરેલી જેલ મોકલાયો

    20 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા ગુનેગારો વિરુદ્ધ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં સાબરકાંઠા LCB અને વિજયનગર પોલીસે અલગ-અલગ કામગીરી કરીને બે રીઢા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 1. ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો સાબરકાંઠા LCB એ વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરીમાં સંડોવાયેલા સજાપુરના એક યુવક સામે કડક પાસા (PASA) શસ્ત્ર ઉગામ્યું છે. આરોપી હિંમતનગર તાલુકાના સજાપુર ગામનો 21 વર્ષીય યુવરાજસિંહ વિજયસિંહ રાઠોડ છે. આરોપી વિરુદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. તે રાજસ્થાનથી દારૂ લાવી સાબરકાંઠામાં તેનું નેટવર્ક ચલાવતો હતો. LCB ના PI ડી.સી. સાકરીયા અને તેમની ટીમે વારંવાર ગુના આચરતા આ શખ્સ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટને પાસાની દરખાસ્ત મોકલી હતી. હુકમ મળતા જ આરોપીની અટકાયત કરી તેને અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. 2. વિજયનગર પોલીસની સફળતા: 6 મહિનાથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો બીજી બાજુ, વિજયનગર પોલીસે લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા એક કાચા કામના કેદીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પરોસડા ગામનો રહેવાસી આ આરોપી હત્યાના ગંભીર કેસમાં સંડોવાયેલો હતો. જામીન અથવા પેરોલ પર છૂટ્યા બાદ તે છેલ્લા છ મહિનાથી ફરાર થઈ ગયો હતો અને જેલમાં હાજર થયો ન હતો. ગાંધીનગર રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ વિજયનગર પોલીસ સ્ટાફ સતત વોચમાં હતો. ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પોતાના વતન પરોસડા ગામે આવ્યો છે. બાતમીના આધારે પોલીસે છાપો મારી આરોપીને તેના ઘરેથી દબોચી લીધો હતો. જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને અમદાવાદની સાબરમતી જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકાની ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ:શહેરના વિવિધ વિસ્તારના 43 એકમોમાં તપાસ કરાઈ, 86 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા
    Next Article
    મોરબી મેયર પદ માટે 6 દાવેદારો:ડેપ્યુટી મેયર માટે 5, સ્ટેન્ડિંગ ચેરમેન માટે 4 દાવેદારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment