Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકાની ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ:શહેરના વિવિધ વિસ્તારના 43 એકમોમાં તપાસ કરાઈ, 86 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા

    11 hours ago

    વડોદરા મહાનગરપાલિકાના ખોરાક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના એકમો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં અકોટા, ગોરવા, માંજલપુર, અલકાપુરી અને વાઘોડિયા રોડ સહિતના અનેક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. 86 ખાદ્યપદાર્થના નમૂના પૃથક્કરણ માટે મોકલાયા આ આકસ્મિક તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ રિટેલર, ઉત્પાદક પેઢી, હોટલ અને રેસ્ટોરન્ટ સહિત કુલ 43 એકમોનું નિરીક્ષણ કર્યું હતું. પાલિકા દ્વારા 17 રિટેલર, 9 ઉત્પાદક પેઢી, 2 હોલસેલર, 1 કેન્ટીન, 1 કેટરિંગ, 3 હોટલ અને 10 રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન માર્ચ પાવડર, હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો, ચોખા, બુંદી, સેવ, આતો, તેલ, દૂધ, પનીર, મેંગો મિલ્ક શેક, સિન્થેટિક સીરપ, કેરીનો રસ, સ્વીટ લસ્સી, આઈસ્ક્રીમ, પ્રીપેડ ફૂડ રાઇઝ, ઇરિયાની, હરાભરા કબાબ, રીંગણ બટેકાનું શાક સહિતના ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન કુલ 86 જેટલા ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જેને પૃથ્થકરણ માટે ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પનીર એનાલોગના વપરાશ અંગે જાગૃતિ ખાસ કરીને પનીરના નામે વેચાતા પનીર એનાલોગ (નકલી પનીર) ના વપરાશ અંગે જાગૃતિ લાવવા માટે પાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. શહેરના જાણીતા વિસ્તારો જેવા કે રેસકોર્સ સર્કલ, ઓલ્ડ પાદરા રોડ અને નિઝામપુરામાં 45 જેટલા એકમો પર તપાસ હાથ ધરી 8 નમૂના લેવામાં આવ્યા હતા. તંત્રની આ કામગીરીનો મુખ્ય હેતુ હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને શુદ્ધ પનીર અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત સમજાવવાનો અને ગ્રાહકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવાનો હતો. આ ઉપરાંત, ગોરવા બી.આઈ.ડી.સી. વિસ્તારમાં 'શ્રી જય જલારામ લસ્સી સેન્ટર એન્ડ ખમણ હાઉસ' માં તપાસ દરમિયાન સ્વીટ લસ્સીનો જથ્થો મિસબ્રાન્ડેડ જણાતા અંદાજે રૂ. 8,280ની કિંમતનો 138 નંગ પ્લાસ્ટિક કન્ટેનરનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ મોબાઈલ ટેસ્ટિંગ વાનનો ઉપયોગ વડોદરામાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને હોકરો દ્વારા વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવા માટે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ મોબાઈલ ટેસ્ટિંગ વાનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોત્રી તળાવ અને મુજમહુડા જેવા વિસ્તારોમાં 25 જેટલા હોકર યુનિટો પાસેથી કેરીનો રસ, બટર, ચીઝ અને ગ્રેવી જેવા 86 નમૂનાઓનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરાયું હતું. આ સાથે જ 47 જેટલા ફૂડ વેન્ડર્સને સ્વચ્છતા જાળવવા અને 'શિડ્યુલ-4' ના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી. પાલિકાની આ આકરી કાર્યવાહીને પગલે ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી સમયમાં પણ આવી તપાસ ચાલુ રાખવાની મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર કલેક્ટરની પ્રિ-મોન્સૂન બેઠક:અધિકારીઓને ચોમાસા પૂર્વેની તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તાકીદ
    Next Article
    સાબરકાંઠા પોલીસની લાલ આંખ:હત્યાના ફરાર આરોપીની ધરપકડ, દારૂના તસ્કર પર પાસા હેઠળ અમરેલી જેલ મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment