Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર કલેક્ટરની પ્રિ-મોન્સૂન બેઠક:અધિકારીઓને ચોમાસા પૂર્વેની તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તાકીદ

    12 hours ago

    મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર આગામી ચોમાસાની ઋતુ માટે સજ્જ બન્યું છે. સંભવિત પૂર, ભારે વરસાદ કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા માટે કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી-૨૦૨૬ સંદર્ભે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા સેવા સદન કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. કલેક્ટર અર્પિત સાગરે જિલ્લાના તમામ સંલગ્ન વિભાગોના અધિકારીઓને ચોમાસા પૂર્વેની તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. નાગરિકોના જાન-માલનું રક્ષણ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં માર્ગ અને મકાન, સિંચાઈ, આરોગ્ય, MGVCL અને પોલીસ વિભાગ સહિતના તમામ સરકારી વિભાગો વચ્ચે સુદ્રઢ સંકલન જાળવવા પર ભાર મુકાયો હતો. આ ઉપરાંત, જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ૨૪×૭ કાર્યરત કરવા અને સંદેશાવ્યવહારની સિસ્ટમ અકબંધ રાખવા પણ નિર્દેશ અપાયો હતો. કલેક્ટરે પાણીના નિકાલ માટે નદી, નાળાં અને કાંસની સફાઈની કામગીરી સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ કરવા જણાવ્યું હતું. ભારે વરસાદ સમયે પાણી ભરાવાની શક્યતા હોય તેવા નીચાણવાળા વિસ્તારોની આગોતરી ઓળખ કરી, બચાવ અને રાહત કામગીરીની સામગ્રી અત્યારથી જ સ્ટેન્ડબાય રાખવા પણ સૂચના અપાઈ હતી. કલેક્ટર સાગરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવી એ પ્રાથમિક જવાબદારી છે. જર્જરિત ઈમારતો, ભયજનક વૃક્ષો કે વીજ થાંભલાઓ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી તેનો રિપોર્ટ સુપરત કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, ચીફ ઓફિસરઓ સહિત વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં 15 બૂથ પર ફરી મતદાન:સાઉથ 24 પરગણામાં BJP-TMC કાર્યકરો વચ્ચે અથડામણ; મમતાએ કહ્યું- TMC 200+ બેઠકો જીતશે
    Next Article
    મહાનગરપાલિકાની ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ:શહેરના વિવિધ વિસ્તારના 43 એકમોમાં તપાસ કરાઈ, 86 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment