Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મેયર પદ માટે 6 દાવેદારો:ડેપ્યુટી મેયર માટે 5, સ્ટેન્ડિંગ ચેરમેન માટે 4 દાવેદારી

    9 hours ago

    મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપે કવાયત હાથ ધરી છે. આ પ્રક્રિયા અંતર્ગત આજે મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે સેન્સ લેવામાં આવી હતી. જિલ્લાની 10 પૈકી 8 સંસ્થાઓના મેયર અને પ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ માટે કુલ 379 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપમાંથી સેન્સ લેવા માટે ગાંધીનગરના પૂર્વ પ્રમુખ રુચિરભાઈ ભટ્ટ, પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર અને પૂર્વ મંત્રી જયશ્રીબેન દેસાઈ મોરબી આવ્યા હતા. તેમણે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સિવાયના હોદ્દાઓ માટે દાવેદારોની સેન્સ લીધી હતી. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાના મેયર પદ માટે 6 આગેવાનોએ, ડેપ્યુટી મેયર પદ માટે 5 આગેવાનોએ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે 4 આગેવાનોએ દાવેદારી કરી છે. તાજેતરમાં મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આમાંથી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ અનામત હોવાથી ભાજપના ઉમેદવાર હારી ગયા હતા અને કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. આ ઉપરાંત, વાંકાનેર તાલુકા પંચાયત અને માળીયા નગરપાલિકામાં પણ કોંગ્રેસની બહુમતી છે. આ ત્રણ સંસ્થાઓ સિવાયની બાકીની સાત સંસ્થાઓમાં હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા કવાયત ચાલી રહી છે. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે 52 બેઠકો જીતી હતી. હાલમાં મેયર પદ OBC અનામત હોવાથી સતવારા સમાજ અને આહીર સમાજ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા પોલીસની લાલ આંખ:હત્યાના ફરાર આરોપીની ધરપકડ, દારૂના તસ્કર પર પાસા હેઠળ અમરેલી જેલ મોકલાયો
    Next Article
    ઓરવાડમાં દિવસ દરમિયાન ચોરી, તાળું તોડી દાગીના ઉઠાવ્યા:સાઇ રેસિડન્સીમાંથી ₹1.80 લાખના સોનાના દાગીનાની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment