Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને પૂર્વ મહિલા ઉમેદવાર પર હુમલો:ચૂંટણી ખર્ચનો હિસાબ આપી પરત ફરતા કોંગ્રેસના મહિલા ઉમેદવાર અને તેમના પુત્ર પર અજાણ્યા શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદની તજવીજ

    11 hours ago

    શહેરના સુભાષનગર રોડ પર રબ્બર સોસાયટી પાસે સામાન્ય બોલાચાલી બાદ કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને તેમના માતા ચૂંટણીમાં હારેલા ઉમેદવાર ગીતાબેન ધાપા પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગરના ઘોઘા સર્કલ વોર્ડ નં.13 ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિલેશ ભુપતભાઈ ધાપા અને તેમના માતા ગીતાબેન ધાપા જેઓ તાજેતરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા, કલેક્ટર કચેરીએ ચૂંટણી ખર્ચનો હિસાબ આપીને પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન સુભાષનગર રોડ પર રબ્બર સોસાયટી પાસે એક ફોર-વ્હીલર ગાડી સાથે તેમની બાઈક અથડાતા રહી ગઈ હતી, આથી​નિલેશએ ગાડી ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ગીતાબેનના પગે ગાડી સહેજ અડી ગઈ હતી, જ્યારે નિલેશએ ગાડી ચાલકને ઠપકો આપ્યો હતો, ત્યારે ઉશ્કેરાયેલા ચાલકે ગાડી ઉભી રાખી નિલેશને લાફો મારી દીધો હતો, પુત્રને બચાવવા વચ્ચે પડેલા ગીતાબેન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ​"ગાડી ચાલકે મને લાફો માર્યો અને જ્યારે મારા મમ્મી વચ્ચે પડ્યા ત્યારે તેમનું ગળું દબાવી તેમને નીચે પાડી દીધા. તેમની સાથે રહેલી એક મહિલાએ પણ મારા મમ્મીને ઝાપટો મારી હતી, જેના કારણે મારા મમ્મીનો હાથ ભાંગી ગયો છે, આ હુમલા માં બે પુરુષ અને એક મહિલા હતા, ત્યારબાદ ફોન કરીને અન્ય બે શખ્સોને બોલાવવામાં આવ્યા હતા, હુમલામાં ગીતાબેનનો હાથ ભાંગી ગયો હોવાનું જાણવા મળ્યું છે, હાલ, બંને ઇજાગ્રસ્તોને 108 મારફતે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ છે, આ સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વેટ ચોરી કેસમાં ઈગલ ટ્રાવેલ્સના સહમાલિકોની ધરપકડ:વેરા વસૂલાતની ખાસ સ્કવોડે એક ભાઈની રાજકોટથી, બીજાની અમદાવાદથી ધરપકડ કરી
    Next Article
    બોટાદ વોર્ડ 9 અપક્ષ ઉમેદવાર છત્રજીતભાઈનું સન્માન:બારોટ શેરી વિસ્તારમાં ભવ્ય સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment