Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેટ ચોરી કેસમાં ઈગલ ટ્રાવેલ્સના સહમાલિકોની ધરપકડ:વેરા વસૂલાતની ખાસ સ્કવોડે એક ભાઈની રાજકોટથી, બીજાની અમદાવાદથી ધરપકડ કરી

    10 hours ago

    એક સમયે રાજકોટની નામાંકિત ગણાતી ઈગલ ટ્રાવેલ્સના બે સહમાલિકોની વેટ ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જયુભાઈ ગોળવાળાની અમદાવાદથી જ્યારે મનીષભાઈ ગોળવાળાની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. 2015 સુધીમાં કરચોરીની રકમ 28 કરોડ સુધી પહોંચી ગઈ હતી ઈગલ મોટર્સ પ્રા. લી. નામની કંપનીની સ્થાપના વર્ષ 2005માં રસિકભાઈ બાવરીયા (ગોળવાળા), મનિષભાઈ રસિકભાઈ બાવરીયા, જયેન્દ્ર રસિકભાઈ બાવરીયા, દિનેશભાઈ રસિકભાઈ બાવરીયા અને કંચનબેન રસિકભાઈ બાવરીયા દ્વારા કરવામાં આવી હતી. સ્થાપનાના બે વર્ષ બાદથી કંપનીએ રાજ્ય વેરા અને કેન્દ્રીય વેચાણ વેરાની રકમો સરકારમાં જમા કરાવવાનું બંધ કરી દીધું હતું. વર્ષ 2015 સુધીમાં આ રકમ રૂ. 28 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આટલો મોટો વાણિજ્ય વેપાર હોવા છતાં કંપની ફડચામાં ગઈ હતી. વર્ષ 2015 અને 2019માં રાજ્ય વેરા કમિશનરે રિકવરીની નોટિસો આપી હતી, તેમ છતાં આરોપીઓએ આ રકમ સરકારમાં જમા ન કરાવતા તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે ચેન્નઈ vs મુંબઈ:પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે બંને માટે જીત જરૂરી; ધોની રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ
    Next Article
    કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને પૂર્વ મહિલા ઉમેદવાર પર હુમલો:ચૂંટણી ખર્ચનો હિસાબ આપી પરત ફરતા કોંગ્રેસના મહિલા ઉમેદવાર અને તેમના પુત્ર પર અજાણ્યા શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદની તજવીજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment