Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે ચેન્નઈ vs મુંબઈ:પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે બંને માટે જીત જરૂરી; ધોની રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ

    9 hours ago

    IPL 2026માં સંઘર્ષ કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ શનિવારે ચેપોકમાં આમને-સામને થશે. મુકાબલો સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આ મેચમાં પણ CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. આ સીઝનમાં ચેન્નઈએ અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાંથી 3માં તેમને જીત મળી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈએ અત્યાર સુધી પોતાની 8માંથી માત્ર 2 મેચ જીતી છે અને 6માં હારનો સામનો કર્યો છે. હારનારી ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બની જશે. આ બંને ટીમ વચ્ચે આ સીઝનની બીજી મેચ છે. મુંબઈમાં 23 એપ્રિલે રમાયેલી મેચમાં ચેન્નઈએ 103 રનથી હરાવ્યું હતું. ચેન્નઈ સામે મુંબઈ બે મેચથી આગળ બંને ટીમ વચ્ચે IPL માં 40 મેચ રમાઈ છે. ચેન્નઈએ 19 અને મુંબઈએ 21 જીતી છે. ગઈ સીઝનમાં બંને વચ્ચે 2 મેચ રમાઈ હતી, જેમાં બંનેએ 1-1 જીતી હતી. ચેપોકમાં બંને વચ્ચે 9 મેચ રમાઈ છે. તેમાં મુંબઈએ 5 અને ચેન્નઈએ 4 મેચ જીતી છે. સેમસને મુંબઈ સામે સદી ફટકારી હતી સંજુ સેમસને મુંબઈ સામેની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. સેમસન 8 ઇનિંગ્સમાં 2 સદી સહિત 300થી વધુ રન બનાવી ચૂક્યો છે અને ટીમનો ટૉપ રન સ્કોરર છે. બોલિંગમાં જેમી ઓવરટન અને અંશુલ કંબોજે પ્રભાવિત કર્યા છે. ઓવરટને દિલ્હી કેપિટલ્સ સામે 4/18નો શ્રેષ્ઠ સ્પેલ નાખ્યો હતો. કંબોજ ટૉપ વિકેટ ટેકર છે, તેઓ 8 મેચમાં 14 વિકેટ લઈ ચૂક્યા છે. મુંબઈ માટે હવે દરેક મેચ નોકઆઉટ જેવી મુંબઈ ઇન્ડિયન્સના ઓપનર રાયન રિકલ્ટને ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 6 મેચમાં 260 રન બનાવ્યા છે. રિકલ્ટને છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. તેણે 55 બોલમાં અણનમ 123 રન બનાવ્યા હતા. અલ્લાહ ગઝનફર ટૉપ વિકેટ ટેકર છે. તેણે 6 મેચમાં 10 વિકેટ લીધી છે. ૉ ચેપોકની પીચ પર સ્પિનર્સનું પ્રભુત્વ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)ની પીચ ધીમી અને સ્પિનને અનુકૂળ છે. મેચ આગળ વધવાની સાથે પિચ વધુ ધીમી પડે છે, જેનાથી બીજી ઇનિંગ્સમાં બેટિંગ મુશ્કેલ બને છે અને પહેલા બેટિંગ કરનારી ટીમને ફાયદો થાય છે. અહીં IPLની 95 મેચ રમાઈ છે. 53માં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે 42માં ચેઝ કરનારી ટીમ જીતી છે. અહીંનો સૌથી મોટો ટીમ સ્કોર 246/5 છે, જે 2010માં ચેન્નઈએ રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. વરસાદની સંભાવના નથી 2 મેના રોજ ચેન્નઈમાં હવામાન અત્યંત ગરમ અને ભેજવાળું રહેવાની સંભાવના છે. આજે અહીંનું તાપમાન 29 થી 37 ડિગ્રીની વચ્ચે રહેવાની અપેક્ષા છે, પરંતુ ભેજને કારણે તે 37 ડિગ્રીથી ઉપર અનુભવાઈ શકે છે. લગભગ 35-40 કિમી/કલાકની ઝડપે પવન ખેલાડીઓને થોડી રાહત આપી શકે છે. મેચ દરમિયાન વરસાદની સંભાવના નથી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવર્ટન, અકીલ હુસૈન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ અને સરફરાઝ ખાન. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રાયન રિકેલ્ટન, વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર, અશ્વની કુમાર અને દાનીશ માલેવર.
    Click here to Read More
    Previous Article
    Varanasi Iftar row: 14 men in jail for 45 days, cops await forensic, Instagram reports
    Next Article
    વેટ ચોરી કેસમાં ઈગલ ટ્રાવેલ્સના સહમાલિકોની ધરપકડ:વેરા વસૂલાતની ખાસ સ્કવોડે એક ભાઈની રાજકોટથી, બીજાની અમદાવાદથી ધરપકડ કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment