Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ જેલમાંથી ફરાર બળાત્કારનો આરોપી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે હાલોલના આંબાતલાવથી પકડ્યો

    2 days ago

    અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલા બળાત્કારના આરોપીને પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી વિજય ભરતભાઈ મણીલાલ નાયક સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને પોક્સો એક્ટના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો. પંચમહાલ જિલ્લામાં પેરોલ-ફર્લો પર છૂટીને ફરાર થયેલા કેદીઓને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી (પંચમહાલ-ગોધરા રેન્જ) તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દૂધાતની સૂચના મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડ કાર્યરત છે. વિજય નાયક અમદાવાદ મધ્યસ્થ જેલનો પાકો કેદી હતો. તે વચગાળાના જામીન મેળવીને જેલની બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. પેરોલ ફ્લો સ્ક્વોડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ફરાર આરોપી હાલ હાલોલ તાલુકાના આંબાતલાવ ખાતે રહી મજૂરી કામ કરી રહ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી વિજય નાયકને આંબાતલાવ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેની અટકાયત કરીને બાકીની સજા ભોગવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ફરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલમાં 200 આઉટસોર્સિંગ કર્મીઓનો વિરોધ:પગાર, રજા, PF ના પ્રશ્ને હડતાલ પર ઉતરી જતા એમ. જે. સોલંકી એજન્સીની સમસ્યા દૂર કરવાની ખાતરી
    Next Article
    રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે રેસિડેન્શિયલ ‘સમર સાયન્સ કેમ્પ’નું આયોજન:મોબાઇલથી દૂર અને વિજ્ઞાનની નજીક, 50 ભાવિ વૈજ્ઞાનિકો માટે ત્રિ-દિવસીય સ્પેશિયલ કેમ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment