Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલમાં 200 આઉટસોર્સિંગ કર્મીઓનો વિરોધ:પગાર, રજા, PF ના પ્રશ્ને હડતાલ પર ઉતરી જતા એમ. જે. સોલંકી એજન્સીની સમસ્યા દૂર કરવાની ખાતરી

    2 days ago

    સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓનો આજે 2 મે ના રોષ ફાટી નીકળ્યો હતો. એમ. જે. સોલંકી એજન્સીના વર્ગ - 4 ના 200 જેટલા કર્મચારીઓને સમયસર પગાર ન આપવામાં આવતો હોવાની સાથે PF ન મળતું હોવાની સમસ્યાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા એજન્સીના એચ. આર. મેનેજર દોડી આવ્યા હતા અને સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી. જ્યોત્સનાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, મને એમ. જે. તરફથી ઇન્ડિયન લીડર નો હોદો મળ્યો છે પરંતુ એચ.આર.મેનેજર એવું કહે છે કે જોસનાબેન કોઈ અધિકારી નથી તો તેની વાત શું સાંભળો છો. જોકે ગઈ કાલે લેબર દિવસ હતો ત્યારે ગઈ કાલે રજૂઆત કરી હતી અને 6 મહિના પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી. દિવાળીમાં બોનસ રૂ.1000 આપવામાં આવતું નથી. જોકે તેનો કોઈ જવાબ કંપની કે એચ. આર. મેનેજર ભાવનાબેન દેતા નથી. કોઈ કર્મચારીનો વાંક ન હોઈ તો પણ એચ. આર. મેનેજર રૂ.500 નો મેમો આપે છે. જે રૂ.500 પગારમાંથી કાપવામાં આવે છે. જોકે રૂ.10000 ના પગારમાં કેટલી વસ્તુ કાપવામાં આવશે? વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત અમારૂ દોઢ વર્ષનું PF કરવામાં આવ્યુ નથી તો અમારે કરવું શું? PF કંપની નાખે છે પણ સામેથી તો આવતું નથી. તો અમારે કઈ રીતે PF ઉપાડવું? તેથી અમારી માંગ પૂરી કરવામાં આવે બાકી સિવિલ હોસ્પિટલમાં અમે કર્મચારીઓ લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ તો સેવા તો કરવાના જ છીએ. જ્યારે આ બાબતે એમ. જે. સોલંકી એજન્સીના સિવિલ હોસ્પિટલ ખાતેના એચ. આર. મેનેજર ભાવનાબેને જણાવ્યું હતુ કે, હાલ કર્મચારીઓના મુખ્ય બે જ પ્રશ્નો છે. એક બોનસનો પ્રશ્ન અને બીજો પીએફનો પ્રશ્ન. બોનસના પ્રશ્નમાં એવું છે કે, નવેમ્બર 2024માં સરકારનો પરિપત્ર થયો છે કે કર્મચારીઓને દર મહિને પગાર સાથે જ બોનસની રકમ ચૂકવી દેવી. જે અમે દરેક કર્મચારીઓને દર મહિને પગાર સાથે બોનસની રકમ ચૂકવી દઈએ છીએ. કર્મચારીઓની માંગ છે કે આ રકમ તેઓને દિવાળીએ એક સાથે મળવી જોઈએ. જેથી જૂની પરંપરા મુજબ બોનસની રકમ મળે તે માટે સરકારમાં પ્રક્રિયા કરાય છે. જ્યારે જે પીએફ બાકી છે તે અમે જમા કરવાની કર્મચારીઓને ખાતરી આપી છે. વિરોધના મુખ્ય કારણો.. પગારમાં વિલંબ: કર્મચારીઓને પગાર સમયસર મળતો નથી. ક્યારેક 15 તારીખે મળે, ક્યારેક 22 તારીખે મળે, ક્યારેક 30 તારીખે મળે છે. તો પગાર નિયમિત તા. 5 સુધીમાં મળી જાય તેવી માંગ છે. પીએફની સમસ્યા: એજન્સી દ્વારા પીએફ કાપવા છતાં જમા ન કરાતો હોવાની અને અન્ય નાણાકીય હેરાનગતિના આક્ષેપો કરાયા છે. જેમાં અગાઉ પણ પીએફ નહોતું જમા થયું તેને લઈ ચર્ચાઓ જાગી હતી. હાલ પણ અમુક મહિનાનું પીએફ જમા નથી થયું તેવી કર્મચારીઓની ફરિયાદ છે. નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી: પગાર વધારાની માંગણી કરતા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે. જો કોઈ કર્મચારી એજન્સીની કોઈપણ નીતિનો વિરોધ કરે અથવા તો પોતાને મળતા અધિકારો અંગે અવાજ ઉઠાવે તો તુરંત છૂટા કરી દેવાની ધમકી અપાતી હોવાનો આક્ષેપ છે. બોનસ કે પગાર વધારો? શું સમજવું: કર્મચારીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પહેલા અમને દિવાળીએ એક પગારનું બોનસ મળતું. પછી ગત દિવાળીએ બોનસ ન આપ્યું. પુછપરછ કરતા સરકારના પરિપત્ર મુજબ, દર મહિને પગાર સાથે બોનસ આવતું હોવાનું કહેવાયું હતું. જોકે, પગાર વધારો કરવા પણ સરકારે પરિપત્ર કરેલો છે. જેથી કર્મચારીઓ પગાર વધારો સમજ્યા હતા પણ પગાર વધારો અપાયો નથી.
    Click here to Read More
    Previous Article
    4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધની હેવાનિયત:દુષ્કર્મ કરી પથ્થરથી હત્યા કરી, છાણના ઢગલામાં મૃતદેહ છુપાડ્યો; વેકેશનમાં નાનીના ઘરે આવી હતી
    Next Article
    અમદાવાદ જેલમાંથી ફરાર બળાત્કારનો આરોપી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે હાલોલના આંબાતલાવથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment