Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વિશ્વ નાળિયેરી દિવસે ખેડૂત તાલીમ યોજાઈ:રાજ્યમાં નાળિયેરીનું વાવેતર 50 હજાર હેક્ટરે પહોંચાડવાનો લક્ષ્યાંક

    1 day ago

    વલસાડના ચણવઈમાં આવેલા સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો ખાતે 2 સપ્ટેમ્બરે વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી કરાઈ. આ નિમિત્તે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. નાયકે ખેડૂતોને આંબા અને ચીકુની સાથે નાળિયેરીની ખેતી અપનાવવા અપીલ કરી. તેમણે કહ્યું કે ગુજરાતમાં હાલ 30 હજાર હેક્ટરમાં નાળિયેરીની ખેતી થાય છે. આગામી સમયમાં તેને 50 હજાર હેક્ટર સુધી વધારવાનો લક્ષ્યાંક છે. ડો. નાયકે વલસાડની પ્રસિદ્ધ હાફૂસ કેરીને જીઆઈ ટેગ અપાવવા અંગે પણ વાત કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "હાફૂસ કેરી માટે જીઆઈ ટેગ મેળવીને જ જંપીશું." વલસાડ જિલ્લામાં હાલ 3294 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર છે. આગામી સમયમાં તેનો વિસ્તાર વધારી ખેડૂતોને નાળિયેરીની ખેતી અને વેલ્યુ એડિશન દ્વારા વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ઓમ ટ્રેનિંગ સેન્ટરે મનોદિવ્યાંગ બાળકો સાથે નંદમહોત્સવ ઉજવ્યો:જન્માષ્ટમી નિમિત્તે બાળકોએ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો
    Next Article
    'It Was A Shot In The Dark': Kunal Kemmu On Directing Mother-In-Law Sharmila Tagore In Vibe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment