Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહંત રાધેકૃષ્ણ શાસ્ત્રીને 'રામદેવ શક્તિ પીઠાધીશ્વર' પદ મળ્યું:મોડાસામાં રામદેવ ભક્તિ માનસ કથા પૂર્ણાહુતિએ સન્માનપત્ર એનાયત

    2 days ago

    કથાકાર મહંત રાધેકૃષ્ણ શાસ્ત્રીજીને 'રામદેવ શક્તિ પીઠાધીશ્વર' પદ પ્રાપ્ત થતા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. મોડાસા તાલુકાના રામેશ્વરકંપા ખાતે અલખના ઓટલે યોજાયેલ રામદેવ ભક્તિ માનસ કથાની પૂર્ણાહુતિના દિવસે આ સન્માન કરાયું હતું. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રામપર સ્થિત "રામરણુંજા ધામ" દ્વારા મહંત રાધેકૃષ્ણ શાસ્ત્રીજીને "રામદેવ શક્તિ પીઠાધીશ્વર" નું ગરિમામય સર્વોચ્ચ બહુમાન પ્રાપ્ત થયું છે. આ પદ પ્રાપ્ત થવા બદલ તેમને સન્માનપત્ર અર્પણ કરી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સન્માનપત્રમાં જણાવાયું છે કે આ પદ માત્ર વ્યક્તિગત સન્માન નથી, પરંતુ સમગ્ર સનાતન ધર્મ અને કથા-પરંપરાનું સન્માન છે. પ્રભુદાસ પટેલ (અરવલ્લી) દ્વારા કથાકાર શાસ્ત્રીજીની અજોડ શૈલી, સાદગીપૂર્ણ વ્યક્તિત્વ અને તેમના દ્વારા રામદેવ ભક્તિ માનસ, રામચરિત માનસ તથા ભાગવત કથાના માધ્યમથી થતા જ્ઞાન પ્રસારની સરાહના કરવામાં આવી હતી. તારીખ ૧.૫.૨૦૨૬, શુક્રવારના રોજ અર્પણ કરાયેલા આ સન્માનપત્રમાં શાસ્ત્રીજીની કથા શૈલીને ભક્તિના સાગર સમાન દિવ્ય અનુભવ ગણાવી ભાવવંદના કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જંબુસર દહેગામ: તલવાર દેખાડી ધમકી આપવા બદલ પિતા-પુત્ર સામે ગુનો:ચૂંટણી હાર બાદ પાણી પુરવઠો બંધ કરવાના આક્ષેપો, પોલીસ કાર્યવાહી
    Next Article
    દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન:SDM અમોલ આવટેની આગેવાનીમાં છેલ્લા 2 દિવસમાં 4.44 કરોડ અને અત્યાર સુધીમાં 325 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment