Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન:SDM અમોલ આવટેની આગેવાનીમાં છેલ્લા 2 દિવસમાં 4.44 કરોડ અને અત્યાર સુધીમાં 325 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ

    3 days ago

    ધર્મનગરી દ્વારકા અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારોમાં સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ વ્યાપક ડિમોલિશન ડ્રાઈવમાં સવા કરોડથી વધુની કિંમતના ધાર્મિક દબાણો સહિત કુલ કરોડો રૂપિયાની સરકારી મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. SDM અમોલ આવટેની આગેવાનીમાં છેલ્લા 2 દિવસમાં 4.44 કરોડ અને અત્યાર સુધીમાં 325 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ ઓખા-દ્વારકા હાઈવે પર ડિમોલિશન છેલ્લા 2 દિવસ 30 એપ્રિલ અને 1 મેના દિવસે દ્વારકા-ઓખા હાઈવેથી લઈ મીઠાપુરના દરિયાકિનારા સુધી ફેલાયેલા ગેરકાયદેસર ધાર્મિક અને અન્ય બાંધકામોને દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયેલી આ કામગીરીમાં નગરપાલિકાના જુદા જુદા સર્વે નંબરોમાં વર્ષોથી જમાવટ કરી બેઠેલા દબાણકર્તાઓ પાસેથી જમીનનો કબજો પરત લેવામાં આવ્યો છે. બે દિવસમાં ક્યાં કેટલી જમીન મુક્ત કરાઈ? વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ બે દિવસમાં કરોડોની કિંમતી જમીન હવે ફરી સરકાર હસ્તક છે: બે તબક્કામાં 325 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી 'દબાણ હટાવ ઝુંબેશ' અંતર્ગત પ્રથમ અને બીજા તબક્કાના સત્તાવાર આંકડાઓ સામે આવ્યા છે. ડિસેમ્બર મહિનાથી મે મહિના સુધી ચાલેલી આ કામગીરીમાં દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે રહેણાંક, વાણિજ્યિક અને ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત દ્વારકા, ઓખા, બેટ દ્વારકા, આરંભડા, ગોરીંજા, ભીમરાણા, ભોગાત, પટેલકા, બરડીયા અને નેશનલ હાઈવે પર આવેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. ડેટા મુજબ, બે તબક્કામાં કુલ 722 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેની વિગત નીચે મુજબ છે: ગૃહ મંત્રાલય અને કોર્ટના નિર્દેશ મુજબ કાર્યવાહી : SDM દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ મેગા ડિમોલિશન ઝુંબેશ SDM અમોલ અવટેના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી. અમોલ અવટેના લગભગ દોઢ વર્ષના વર્તમાન કાર્યકાળ દરમિયાન 325 કરોડની સરકારી જમીનને અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ જમીનનો ઉપયોગ હવે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે થઈ શકે છે. આ મેગા ડિમોલિશન ઝુંબેશ વિશે દ્વારકાના SDM અમોલ અવટેએ જણાવ્યું હતું કે, "છેલ્લા ત્રણ મહિનામાં, અતિક્રમણ કરનારાઓને ત્રણ અલગ અલગ પ્રસંગે ઔપચારિક નોટિસ જારી કરવામાં આવી હતી, અને સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશો અને કોર્ટના આદેશો અનુસાર, સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી અનધિકૃત અતિક્રમણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા એક વર્ષમાં, ડિમોલિશન ઝુંબેશના બે તબક્કામાં, 325 કરોડથી વધુ કિંમતની જમીન પર કાર્યવાહી કરવામાં આવી હતી; ત્યારબાદ આ જમીનને સાફ કરીને વિવિધ સરકારી વિભાગોને સોંપવામાં આવી છે. સૌથી અગત્યનું, દ્વારકાના લોકોની જમીન ગુજરાત સરકારને પરત કરવામાં આવી છે, જેનાથી તેનો ઉપયોગ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે શક્ય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહંત રાધેકૃષ્ણ શાસ્ત્રીને 'રામદેવ શક્તિ પીઠાધીશ્વર' પદ મળ્યું:મોડાસામાં રામદેવ ભક્તિ માનસ કથા પૂર્ણાહુતિએ સન્માનપત્ર એનાયત
    Next Article
    Surat Accident News | અલથાણમાં ડમ્પર ચાલકનો આતંક | Police | Crime | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment