Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંબુસર દહેગામ: તલવાર દેખાડી ધમકી આપવા બદલ પિતા-પુત્ર સામે ગુનો:ચૂંટણી હાર બાદ પાણી પુરવઠો બંધ કરવાના આક્ષેપો, પોલીસ કાર્યવાહી

    2 days ago

    જંબુસરના દહેગામમાં તાલુકા પંચાયતની કાવી-2 બેઠકમાં પરાજય બાદ ભાજપના ઉમેદવાર શકીલ મલેક અને તેમના પિતા ખાલેદ મલેક સામે તલવાર સાથે ધમકી આપવા અને ગામનો પાણી પુરવઠો બંધ કરવાના આક્ષેપો થયા છે. આ મામલે કાવી પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આક્ષેપો અનુસાર, ચૂંટણીમાં હાર મળ્યા બાદ શકીલ મલેક અને ખાલેદ મલેક તલવાર સાથે દહેગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં નીકળ્યા હતા. આ કૃત્યથી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તલવાર કાઢવા ઉપરાંત, ગામનો પાણી પુરવઠો ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. જેના કારણે હજારો ગ્રામજનોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કાવી પોલીસ સક્રિય બની હતી. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી શકીલ મલેક અને ખાલેદ મલેક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. પોતાના બચાવમાં શકીલ મલેકે જણાવ્યું હતું કે, આ વીડિયો ફક્ત રીલ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો અને તેમનો કોઈને ધમકાવવાનો ઈરાદો નહોતો.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાથી સોમનાથ જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી:રઈજ ગામ પાસે રોઝડું આડું ઉતરતા સર્જાયો કાળમુખો અકસ્માત, બેના મોત; અનેક ઘાયલ
    Next Article
    મહંત રાધેકૃષ્ણ શાસ્ત્રીને 'રામદેવ શક્તિ પીઠાધીશ્વર' પદ મળ્યું:મોડાસામાં રામદેવ ભક્તિ માનસ કથા પૂર્ણાહુતિએ સન્માનપત્ર એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment