Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકાથી સોમનાથ જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી:રઈજ ગામ પાસે રોઝડું આડું ઉતરતા સર્જાયો કાળમુખો અકસ્માત, બેના મોત; અનેક ઘાયલ

    2 days ago

    ગુજરાતના હાઈ-વે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થતાં હાઈ-વે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. રોઝડું આડું ઉતરતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો મળતી માહિતી મુજબ, આ ખાનગી બસમાં 40થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. આ તમામ યાત્રિકો ભાવનગરથી નીકળ્યા હતા અને દ્વારકાના દર્શને નીકળ્યા હતા અને દ્વારકાથી સોમનાથ મહાદેવના દર્શને જઈ રહ્યા હતા. રઈજ ગામ પાસે પહોંચતા જ અચાનક હાઈ-વે પર એક રોઝડું (નીલગાય) વચ્ચે આવી ગયું હતું. પૂરઝડપે જતી બસની સામે અચાનક પશુ આવી જતાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત જોઈને રાહદારીઓ અને સ્થાનિકો મદદે આવ્યા અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ પલટી મારતા જ અંદર સવાર મુસાફરોમાં ફફડાટ અને ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાઈ-વે પર થોડીવાર માટે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા આ અકસ્માતને પગલે હાઈ-વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેન દ્વારા બસને હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકોના પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. સોમનાથ-દ્વારકાની ધાર્મિક યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આ સફર અંતિમ સફર સાબિત થતા ભાવનગર અને માંગરોળ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ચોમાસા પૂર્વે તંત્ર સજ્જ, કામગીરી શરૂ:પુલ, ડ્રેનેજ, વોંકળાની સફાઈ; આરોગ્ય વિભાગ 14 લાખ ક્લોરિનેશન ગોળીઓ સાથે એલર્ટ
    Next Article
    જંબુસર દહેગામ: તલવાર દેખાડી ધમકી આપવા બદલ પિતા-પુત્ર સામે ગુનો:ચૂંટણી હાર બાદ પાણી પુરવઠો બંધ કરવાના આક્ષેપો, પોલીસ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment