Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:પાણીગેટ વિસ્તારમાં ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો, સીસીટીવી ફૂટેજના આધારે પગેરું મળ્યું

    19 hours ago

    વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બંધ મકાનના પાછળના દરવાજાનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરનાર રીઢા તસ્કરને પોલીસે ગણતરીના દિવસોમાં દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તસ્કર 1.78 લાખની મતાની ચોરી કરી ફરાર પાણીગેટ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, અજાણ્યો તસ્કર ફરિયાદીના મકાનમાં પાછળના માર્ગેથી પ્રવેશ્યો હતો અને કબાટમાંથી ₹1.78 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સીસીટીવી (CCTV) ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક શંકાસ્પદ શખ્સની ઓળખ કરી હતી. આરોપીની ધરપકડ અને મુદ્દામાલની રિકવરી પોલીસે બાતમીના આધારે પાણીગેટ બાવચાવાડ સ્લમ ક્વાર્ટરમાં રહેતા અરવિંદભાઈ શંકરભાઈ વાઘેલા (દેવીપૂજક) ને ઝડપી પાડી સઘન પૂછપરછ કરી હતી. આરોપીએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે તેણે ચોરીના દાગીના એક સોનીને વેચ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સોની પાસેથી દાગીના અને રોકડ મળી કુલ ₹1,68,100 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પાણીગેટ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે માત્ર ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    કુતિયાણા: ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો:મિત્રએ જ કરી હત્યા, મૃતદેહ સળગાવી નદીમાં વહાવ્યો
    Next Article
    વેપારીના 9 કિલો ચાંદી ચોરી કેસમાં રાજસ્થાની બેલડી ઝડપાઇ:રાજકોટમાં મામા-ભાણેજે નોકરીના બહાને આવી પ્રથમ દિવસે જ ચોરી કરી હતી, પોલીસે 4 કિલો ચાંદી સહીત 6.10 લાખનો મુદામાલ રિકવર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment