Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીના 9 કિલો ચાંદી ચોરી કેસમાં રાજસ્થાની બેલડી ઝડપાઇ:રાજકોટમાં મામા-ભાણેજે નોકરીના બહાને આવી પ્રથમ દિવસે જ ચોરી કરી હતી, પોલીસે 4 કિલો ચાંદી સહીત 6.10 લાખનો મુદામાલ રિકવર કર્યો

    20 hours ago

    રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદીના અને ઇમીટેશનના ઘરેણાં બનાવતા વેપારીને ત્યાં નોકરી માટે આવી પ્રથમ દિવસે જ 9 કિલોથી વધુ ચાંદી ચોરી અને નાસી જવા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી મામા ભાણેજની ધરપકડ કરી તેની પાસેથી 4 કિલોથી વધુની ચાંદી તેમજ એક લાખ રૂપિયા રોકડ મળી કુલ 6.10 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના પેડક રોડ પર બોમ્બે સુપર હાઇટ્સ ફલેટ નં.904માં રહેતાં બ્રીજેશભાઈ ગજેરા (ઉ.વ.28) નામના વેપારીએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પટેલનગર TVSના શો રૂમ પાછળ એમડી ક્રિએશન નામથી ચાંદી અને ઈમીટેશનનાં દાગીના બનાવવાનું પોતે કામ કરે છે. તેમને ત્યાં રેગ્યુલર કારીગર હાજર ન હોવાથી ઘરેણા બનાવવા માટે તેમના મિત્ર કિશનભાઈ સુરેશભાઈ રામાણીના કહેવાથી કિશનભાઇના નિયમિત કારીગર ભાવેશભાઈ શિવલાલ સોનીને ઘરેણા બનાવવા 9,190 કિ.ગ્રા. 60 ટચની ચાંદીનાં કાસ્ટીંગ-ચેઈન-રેવા વજન કરી રૂબરૂ આપ્યા હતા. આ ચાંદીમાંથી પાયલ (જાંજર) બનાવવાના હતાં ભાવેશભાઈ સાંજે 5 વાગ્યા આસપાસ પાયલનું સેમ્પલ બતાવવા માટે આવ્યા હતાં અને કહ્યું હતું કે જો સેમ્પલ બરોબર હોય તો બાકીનો માલ ઘરે છે, બેથી ત્રણ દિવસમાં તમને તૈયાર કરીને આપી દઇશ જેથી હા પાડી હતી અને ભાવેશભાઈ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ રાત્રે 10 વાગ્યા આસપાસ ભાવેશ ઓફિસ ઉપર ગભરાયેલી હાલતમાં આવ્યો હતો અને કહ્યું હતું કે, જે ચાંદી પાયલ બનાવવા માટે તમે મને આપી હતી તે ચાંદી સાંજના 5થી 7 વાગ્યા આસપાસ મારી સાથે રહેતો ભેરુસિંહ રાજપુત અને શંકર રાજપુત લઈને ઘરને તાળુ મારી નીકળી ગયા છે. બનાવના દિવસે સવારે જ ભેરૂસિંહ અને તેનો ભાણેજ શંકરસિંહ રાજકોટ આવ્યા હતાં. સેમ્પલ બતાવી ઘરે પહોંચ્યો ત્યારે ઘરને તાળુ હતું. ભેરૂસિંહને ફોન કરતા ભેરૂસિંહે પાંચ મીનીટમા આવુ તેમ કહ્યું પરંતુ વારંવાર ફોન કરવા છતા આવ્યો નહિ અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો. જે બાદ તાળુ તોડી જોતાં ઘરમાં રાખેલી ચાંદી ગૂમ હતી. શોધખોળ કરવા છતાં મામો-ભાણેજ મળી ન આવતા બનાવ અંગર બી-ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાંદી ચોરી કેસમાં તપાસ શરૂ કરી હતી દરમિયાન નાસી છૂટેલા આરોપી મામા ભેરૂસિંહ અને તેનો ભાણેજ શંકરસિંહ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી કુલ 4858 ગ્રામ ચાંદી તથા એક લાખ રૂપિયા રોકડા મળી કુલ 6.10 લાખનો મુદામાલ મળી આવતા મુદામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે આરોપી બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવતા બી ડિવિઝન પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી બાકીનો મુદામાલ રિકવર કરવા તેમજ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:પાણીગેટ વિસ્તારમાં ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો, સીસીટીવી ફૂટેજના આધારે પગેરું મળ્યું
    Next Article
    નવી નકોર શબવાહિનીઓ સુરત સિવિલમાં શોભાનો ગાંઠિયો બની:સ્વજનોના અંતિમ સંસ્કાર માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર, AAP કોર્પોરેટરે કમિશનરને પત્ર લખી જાણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment