Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુતિયાણા: ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો:મિત્રએ જ કરી હત્યા, મૃતદેહ સળગાવી નદીમાં વહાવ્યો

    17 hours ago

    કુતિયાણામાં એક વર્ષ જૂના ગુમ થયેલા યુવકના કેસનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ખુલાસો કર્યો છે કે ચોટા ગામના નરેન્દ્ર ઉર્ફ ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણીયા (ઉ.વ.૩૩)ની હત્યા તેમના જ મિત્ર અને માલિક માલદે દેવાભાઈ નંદાણીયાએ કરી હતી. આ કેસ શરૂઆતમાં ગુમશુદાની ફરિયાદ તરીકે નોંધાયો હતો. મૂળ પાનેલીના રહેવાસી નરેન્દ્ર, જે ચોટા ગામે માલદે નંદાણીયાની દુકાને કામ કરતા હતા, તેઓ એક વર્ષ પહેલા અચાનક ગુમ થઈ ગયા હતા. લાંબી તપાસ બાદ પોલીસને બાતમી મળી હતી કે નરેન્દ્ર અને માલદે વચ્ચે સોનલ માતાજીના મઢડા ગામે બીજ ભરવા જવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી. આરોપી માલદે નંદાણીયાએ પોતાના મકાનના ફળીયામાં પડેલા પથ્થરથી નરેન્દ્રના માથામાં ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે નરેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ આરોપીએ ગુનાને છુપાવવા માટે મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લાકડા અને પેટ્રોલની મદદથી મૃતદેહને સળગાવી દીધો હતો. ત્યારબાદ બચેલી રાખ અને અસ્થિઓને કોથળામાં ભરી ભાદર નદીમાં વહાવી દીધી હતી, જેથી કોઈ પુરાવો ન રહે. મૃતકના પિતા ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણીયાની ફરિયાદના આધારે કુતિયાણા પોલીસે આરોપી માલદે દેવાભાઈ નંદાણીયા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધ્યો છે. પોલીસ હાલ ટેકનિકલ સોર્સ, ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓની પૂછપરછના આધારે વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મધ્યમાં છોડે છે અભ્યાસ:ગુજરાતમાં માધ્યમિક સ્તરે વધ્યો ડ્રોપઆઉટ દર, આર્થિક-સામાજિક કારણો જવાબદાર; સરકારનો રિટેન્શન-ગુણવત્તા સુધારવા એક્શન પ્લાન
    Next Article
    ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:પાણીગેટ વિસ્તારમાં ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો, સીસીટીવી ફૂટેજના આધારે પગેરું મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment