Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં યુવાનની હત્યા; કૌટુંબિક કાકા ઝડપાયા:ગાળો બોલવાની ના કહેતા છરીના ઘા ઝીંકી હત્યા કરી

    4 days ago

    મોરબીના વનાળીયા ગામે ગાળો બોલવાની ના કહેતા એક યુવાનની તેના કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે આરોપી કૌટુંબિક કાકાની ધરપકડ કરી છે અને હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે. મૃતક યુવાનનું નામ મહેશ ગોરધનભાઈ રાઠોડ (ઉંમર 28) હતું, જે વનાળીયા ગામે સરકારી શાળા પાસે રહેતો હતો. બે દિવસ પહેલા રાત્રિના આઠ વાગ્યાના સુમારે તેના કૌટુંબિક કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડે મહેશને પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મહેશને તાત્કાલિક મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર કારગત ન નીવડતા મહેશભાઈનું મોત નીપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા ગોરધનભાઈ જગાભાઈ રાઠોડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમના દીકરા મહેશના ઘર પાસે ફરિયાદીના કૌટુંબિક ભાઈ સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ ગાળો બોલતા હતા. મહેશે તેમને ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ સુરેશભાઈએ મહેશને છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડની ધરપકડ કરી છે અને તેની પાસેથી હત્યામાં વપરાયેલ છરી કબજે કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુરમાં વકીલ પર લોખંડના છરાથી હુમલો:જૂના પૈસાના હિસાબ બાબતે હુમલો, માથામાં 17 ટાંકા, ધમકી આપી
    Next Article
    મોરબીમાં આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી:ટ્રાફિક શાખાએ બે ટોઇંગ વાહન કાર્યરત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment