Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ટીમ દ્વારા પદો માટે અભિપ્રાય લેવાયા

    9 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મહત્વના પદો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશમાંથી આવેલા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતની ટીમ આ પ્રક્રિયા હાથ ધરી રહી છે. આ સેન્સ પ્રક્રિયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા પદો માટે દાવેદારોના અભિપ્રાય લેવા માટે થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આઠ વર્ષ બાદ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 48માંથી 32 બેઠકો જીતીને સત્તા કબજે કરી છે. જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવેલા કેટલાક સભ્યો પ્રમુખ પદ માટે દાવેદારી કરી રહ્યા છે. ભાજપનું મોવડી મંડળ આગામી વિધાનસભા 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રમુખ પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરશે. સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે, 1 મેના રોજ ઓગડ, કાંકરેજ, ડીસા, ભીલડી, ધાનેરા, ડીસા નગરપાલિકા અને પાલનપુર નગરપાલિકાના દાવેદારોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે ચડોતર ખાતે આવેલા કમલમ કાર્યાલય પર અમીરગઢ, દાંતા, વડગામ, પાલનપુર અને હડાદના દાવેદારોના સેન્સ લેવાયા હતા. પ્રમુખ સહિતના વિવિધ પદોની દાવેદારી માટે નવા ચૂંટાયેલા નેતાઓમાં સક્રિય લોબિંગ જોવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પતિના પ્રેમસંબંધની શંકાએ બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ:સરિતા સોસાયટી વિસ્તારમાં પ્રેમસંબંધના વિવાદમાં વચ્ચે મારામારી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
    Next Article
    હર હર મહાદેવના નાદથી સોમનાથ ગુંજ્યું:1300 દિલ્હીવાસીઓની દીવડા સાથે સામૂહિક આરતી, ગંગાજળથી અભિષેક, લાઇટ એન્ડ સાઉન્ડ શોથી ભક્તો અભિભૂત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment