Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર હર મહાદેવના નાદથી સોમનાથ ગુંજ્યું:1300 દિલ્હીવાસીઓની દીવડા સાથે સામૂહિક આરતી, ગંગાજળથી અભિષેક, લાઇટ એન્ડ સાઉન્ડ શોથી ભક્તો અભિભૂત

    8 hours ago

    સોમનાથ મંદિર ખાતે ચાલી રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. આ મહોત્સવમાં ભાગ લેવા માટે દેશની રાજધાની દિલ્હીથી આશરે 1300 જેટલા શ્રદ્ધાળુઓનો વિશાળ સંઘ સોમનાથ પહોંચ્યો હતો. યાત્રિકોએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી આત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. ગંગાજળ અભિષેક અને ભક્તિમય વાતાવરણ સવારથી જ મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દિલ્હીથી આવેલા શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગાજળથી મહાદેવનો અભિષેક કર્યો હતો અને ભાવપૂર્વક આરતી ઉતારી હતી. આ ધાર્મિક વિધિઓએ સમગ્ર પરિસરમાં ગહન આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ યાત્રિકો માટે વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ શ્રદ્ધાળુઓને ચંદન તિલક કરી, ઉપવસ્ત્ર, યજ્ઞ કીટ (પ્રસાદ) અને પવિત્ર સોમગંગા જળ અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું. ટ્રસ્ટના આ આત્મીય સત્કારથી યાત્રિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. દીપોત્સવ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાંજના સમયે મંદિર પરિસરમાં ભક્તિનો વિશેષ નજારો જોવા મળ્યો હતો. વિશાળ LED સ્ક્રીન સમક્ષ હજારો દીવડાઓ પ્રગટાવીને ભક્તોએ સામૂહિક આરતી કરી હતી, જેના કારણે સમગ્ર સોમનાથ ધામ ઝગમગી ઉઠ્યું હતું. આ ઉપરાંત, યાત્રિકોએ સોમનાથના ઇતિહાસ અને પુનઃસ્થાપનની ગાથા દર્શાવતી વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ અને સુપ્રસિદ્ધ 'લાઇટ એન્ડ સાઉન્ડ શો'નો આનંદ માણ્યો હતો. વ્યવસ્થા અને સ્વચ્છતાની પ્રશંસા દિલ્હીના યાત્રિકોએ સોમનાથ ધામની સુવ્યવસ્થિત વ્યવસ્થા, શિસ્ત અને સ્વચ્છતાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, આ યાત્રા તેમના જીવનની સૌથી અમૂલ્ય અને અવિસ્મરણીય ક્ષણ બની રહેશે. નોંધનીય છે કે, 'સોમનાથ સ્વાભિમાન પર્વ' માત્ર એક ધાર્મિક આયોજન મર્યાદિત ન રહેતા, ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનીને દેશભરના ભક્તોને જોડી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ટીમ દ્વારા પદો માટે અભિપ્રાય લેવાયા
    Next Article
    Swara Bhasker Slams The Internet For 'Shaming Women' Carrying Postpartum Weight: "It's Nobody's Business"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment