Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના પ્રેમસંબંધની શંકાએ બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ:સરિતા સોસાયટી વિસ્તારમાં પ્રેમસંબંધના વિવાદમાં વચ્ચે મારામારી, મામલો પોલીસ મથકે પહોંચ્યો

    14 hours ago

    ભાવનગર શહેરના સરિતા સોસાયટી વિસ્તારમાં જૂના પ્રેમ પ્રકરણને લઈને બે મહિલાઓ અને તેમના પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ નામજોગ 11 સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે. શખ્સોએ મહિલાઓ સાથે મારપીટ કરી પ્રથમ પક્ષની તરફે વિશ્વબા ગોહિલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ છેલ્લા છ દિવસથી ઘરે આવ્યા નહોતા અને તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેના પતિને એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે, ​ગઈકાલે સાંજના સમયે જ્યારે મહિલાએ ફોન કરીને ઘરનું સરનામું માંગ્યું, ત્યારે વિશ્વબાએ તેમને ઘરે બોલાવ્યા હતાં. મહિલા તેમની ભાભી ઉર્મિલાબા સાથે વિશ્વબાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને મહિલાએ ગાળાગાળી કરી વિશ્વબા તેમજ તેમની દેરાણી રિદ્ધિબા સાથે ઝપાઝપી શરૂ કરી હતી. પ્રથમ પક્ષે 4 સામે ફરિયાદ નોંધાવી ​ઝઘડા દરમિયાન મહિલાનો ભાઈ અનિરૂદ્ધસિંહ ઉર્ફે ભયલુભા અને તેનો મિત્ર શક્તિસિંહ ગોહિલ પણ ત્યાં ધસી આવ્યા હતાં. આ શખ્સોએ મહિલાઓ સાથે મારપીટ કરી હતી અને આસપાસના લોકો એકઠા થઈ જતા, ‘આજે તો તમે બચી ગયા છો, પણ હવે જો મળીશ તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ​ભોગ બનનાર મહિલાએ આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોનલબા જાડેજા, ઉર્મિલાબા, અનિરૂદ્ધસિંહ અને શક્તિસિંહ વિરુદ્ધ ગુનો દાખલ નોંધાવ્યો હતો. ગાળો આપી લાકડીથી અને ઢીકાપાટુનો માર માર્યો સામા પક્ષની ફરિયાદ સુભાષનગર આવાસ યોજનામાં રહેતી મહિલાને ભૂતકાળમાં વિશ્વજીતસિંહ ગોહિલ સાથે પ્રેમસંબંધ હતો. જોકે, હાલમાં આવો કોઈ સંબંધ ન હોવા છતાં, વિશ્વજીતસિંહના પત્ની વિશ્વબાને શંકા હતી કે તેને જ તેના પતિને ક્યાંક છુપાવી રાખ્યા છે. ગત તા.1 મેના રોજ સાંજે જ્યારે ફરિયાદી મહિલા બહાર ગયા હતાં. ત્યારે વિશ્વબા તેમના ભાભીના ઘરે જઈને ઝઘડો કર્યો હતો અને સોનલબા વિશે પૂછપરછ કરી હતી. જ્યારે મહિલા આ બાબતે વાત કરવા માટે વિશ્વબાના ઘરે ગયા, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. ​વિશ્વબાએ મહિલાને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો, ​ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો મહિપતસિંહ ગોહિલ અને અન્યો એ લાકડી વડે હુમલો કરીને પીઠ અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી,​હુમલાખોરોએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ​ઘટના બાદ ઈજાગ્રસ્ત મહિલાને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. બીજા પક્ષે 7 સામે ફરિયાદ નોંધાવી મહિલાની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે વિશ્વબા ગોહિલ, ક્રિતીબા ગોહિલ, રીધીબા ગોહિલ, અજુબા ગોહિલ, કૃપાબા ગોહિલ, મહિપતસિંહ ગોહિલ તથા મનહરસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. બંને પક્ષોની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રણજીતસાગર ડેમ પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં આગ:લગ્ન પ્રસંગ વખતે જ મહેમાનોમાં દોડધામ મચી;આગ પર કાબૂ ; સદભાગ્યે જાનહાનિ ટળી
    Next Article
    બનાસકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ટીમ દ્વારા પદો માટે અભિપ્રાય લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment