Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણજીતસાગર ડેમ પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં આગ:લગ્ન પ્રસંગ વખતે જ મહેમાનોમાં દોડધામ મચી;આગ પર કાબૂ ; સદભાગ્યે જાનહાનિ ટળી

    11 hours ago

    જામનગર શહેરના રણજીતસાગર ડેમ નજીક આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં આજે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. લગ્ન પ્રસંગની સીઝન ચાલતી હોવાથી રિસોર્ટમાં મહેમાનોની મોટી હાજરી હતી, જે દરમિયાન આગ લાગતા લોકોમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. રેસ્ટોરન્ટ અને મંડપ બળીને ખાખ: જમણવારમાં વિઘ્ન પ્રાપ્ત વિગતો અનુસાર, આગ સૌપ્રથમ ફોરેસ્ટ રિસોર્ટના રેસ્ટોરન્ટ વિભાગમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું હતું. તેની બરાબર સામે જ ઉભો કરવામાં આવેલો લગ્ન પ્રસંગનો મંડપ અને ડોમ પણ આગની લપેટમાં આવી ગયા હતા અને સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે નજીકમાં જ લગ્નનો પ્રસંગ અને જમણવારની પ્રક્રિયા ચાલી રહી હતી. ફાયર બ્રિગેડની કામગીરી: આગ પર મેળવાયો કાબૂ આકસ્મિક આગની આ ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે 2 ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. શોર્ટ સર્કિટનું અનુમાન: જાનહાનિ ટળતા હાશકારો આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સદભાગ્યે, આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફોરેસ્ટ રિસોર્ટની મિલકતને મોટાપાયે આર્થિક નુકસાન થયું છે. 'આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો' જામનગર ફાયર બ્રિગેડ ઓફિસર અનવર ગજજણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ​"અમને કંટ્રોલ રૂમ દ્વારા માહિતી મળી હતી કે રણજીતસાગર ડેમ પાસે આવેલા ફોરેક્સ રિસોર્ટમાં આગ લાગી છે. ઘટનાની ગંભીરતા જોઈને અમારી ટીમ તાત્કાલિક બે ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રિસોર્ટના રેસ્ટોરન્ટના ભાગમાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બાજુમાં આવેલા મંડપ-ડોમને પણ લપેટમાં લીધો હતો. જો કે,​સદનસીબે, બાજુમાં લગ્ન પ્રસંગ અને જમણવાર ચાલતો હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. અમારી ટીમે ભારે જહેમત બાદ બે ફાયર ફાઈટરની મદદથી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે, પરંતુ વધુ તપાસ ચાલુ છે."
    Click here to Read More
    Previous Article
    ડૂબતા ક્રુઝમાં યાત્રીઓ લાઇફ જેકેટ શોધતા રહ્યા:MP માં અકસ્માતમાં 9નાં મોત, બચાવ કામગીરી 2 કલાક મોડી; રાજ્યમાં ક્રુઝનું સંચાલન બંધ, તપાસ સમિતિ બની
    Next Article
    પતિના પ્રેમસંબંધની શંકાએ બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ:સરિતા સોસાયટી વિસ્તારમાં પ્રેમસંબંધના વિવાદમાં વચ્ચે મારામારી, મામલો પોલીસ મથકે પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment