Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ:પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન-દંડક માટે દાવેદારોની સુનાવણી

    11 hours ago

    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં આજે સવારથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જે મોડી રાત સુધી ચાલશે. નિરીક્ષકોની ઉપસ્થિતિમાં દાવેદારોની રજૂઆત આ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોમાં રાજ્યસભા સાંસદ મયંક નાયક, વિજય પુરોહિત અને જિજ્ઞાબેન પંડ્યાનો સમાવેશ થાય છે. અમરેલી શહેરથી લઈને છેક દરિયાકાંઠાના વિસ્તારોના જનપ્રતિનિધિઓ અને દાવેદારો પોતાની રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા છે. નિરીક્ષકો દ્વારા દાવેદારોનો પક્ષ સાથેનો કાર્યકાળ, અગાઉના હોદ્દાઓ અને સંગઠનમાં તેમની સક્રિયતા જેવા પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કુલ 18 સંસ્થાઓ માટે પ્રક્રિયા સેન્સ પ્રક્રિયામાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો માટે દાવેદારી નોંધાવવામાં આવી રહી છે: 1 જિલ્લા પંચાયત (અમરેલી) 11 તાલુકા પંચાયતો 6 નગરપાલિકાઓ (અમરેલી, દામનગર, બગસરા, ધારી, બાબરા અને સાવરકુંડલા) આ સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના દંડક જેવા મહત્વના પદો માટે તાજેતરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક દાવેદારી કરી છે. આવતીકાલથી લોબિંગ તેજ થવાની શક્યતા આજની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ દાવેદારોની યાદી તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. જોકે, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ આવતીકાલથી લોબિંગનો દોર શરૂ થવાની પ્રબળ શક્યતા છે. પ્રમુખ પદના દાવેદારો અને તેમના સમર્થકો દ્વારા સ્થાનિક ધારાસભ્યો અને પક્ષના ઉચ્ચ નેતાઓ પાસે ભલામણો કરવામાં આવશે. અંતિમ નામોની જાહેરાત પ્રદેશ નેતૃત્વ દ્વારા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાંથી રૂ. 1.21 કરોડની શંકાસ્પદ દવા જપ્ત:વડોદરામાં ગેરકાયદે ઇન્જેક્શનનું વેચાણ કરતી કંપનીનું લાયસન્સ રદ, પાનસેરીયાએ કહ્યું, ભેળસેળ કરનારને છોડવામાં નહીં આવે
    Next Article
    ડમ્પરના તોતિંગ વ્હિલ ફરી વળતા LTના એન્જિનિયરનું મોત, CCTV:એકના એક દીકરાના મોતથી માતાનું હૈયાફાટ રૂદન, કહ્યું- 'બેટા, તારા તો લગ્ન કરાવવાના હતા'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment