Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમ્પરના તોતિંગ વ્હિલ ફરી વળતા LTના એન્જિનિયરનું મોત, CCTV:એકના એક દીકરાના મોતથી માતાનું હૈયાફાટ રૂદન, કહ્યું- 'બેટા, તારા તો લગ્ન કરાવવાના હતા'

    10 hours ago

    સુરતના રસ્તાઓ પર બેફામ દોડતા ડમ્પરના કારણે વધુ એક વ્યકિતએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગોડાદરા વિસ્તારમાં રહેતો અને LT કંપનીમાં ડિઝાઈનર એન્જિનિયર તરીકે નોકરી કરતા 28 વર્ષીય યુવક પર અલથાણ વિસ્તારમાં ડમ્પરના તોતિંગ વ્હિલ ફરી વળતા મોત નિપજ્યું છે. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લવાતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. હૈયાફાટ રૂદન કરતા માતાએ કહ્યું હતું કે, બેટા, તારા તો લગન કરાવાવના હતા. જીવલેણ અકસ્માતનો બનાવ CCTVમાં કેદ થયો શહેરના અલથાણ વિસ્તારમાં સર્જાયેલા આ જીવલેણ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.ફૂટેજમાં જોઈ શકાય છે કે જયેશ પોતાની લેન પર શાંતિથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે તેને અડફેટે લીધો હતો. ભયાનક દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે જયેશ તેની બાઈક સાથે ડમ્પરના વચ્ચેના ટાયરમાં ફસાઈ ગયો હતો અને ડમ્પર તેને થોડે દૂર સુધી ઘસડી ગયું હતું. આ દ્રશ્યો જોઈને કોઈનું પણ કાળજું કંપાઈ ઉઠે તેવા હતા. હોસ્પિટલમાં માતાનું હૈયાફાટ રૂદન- 'બેટા, તારા તો લગ્ન જોવાના હતા' જ્યારે જયેશનો મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે લાવવામાં આવ્યો ત્યારે ત્યાંના દ્રશ્યો અત્યંત કરુણ હતા. જયેશની માતા અને પરિવારના સભ્યોના અશ્રુ રોકાવાનું નામ લેતા નહોતા. માતા વારંવાર એક જ આક્રંદ કરી રહી હતી કે, "બેટા, તારા તો લગ્ન કરાવવાના બાકી હતા, આ શું થઈ ગયું!" હજુ તો જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં આજે મરણની મરશિયા ગાવાઈ રહ્યા છે. હૈયાફાટ રુદન જોઈને હોસ્પિટલનો સ્ટાફ અને હાજર અન્ય લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. હેલ્મેટ પહેર્યું હોવા છતાં કાળનો પંજો ફરી વળ્યો જયેશ એક જાગૃત નાગરિક હતો અને ઘરેથી નીકળતી વખતે તેણે હેલ્મેટ પણ પહેર્યું હતું. જોકે, અકસ્માત એટલો જોરદાર હતો અને ડમ્પરનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હોવાથી હેલ્મેટ પણ તેને બચાવી શક્યું નહીં. ટાયર નીચે ચગદાઈ જવાથી તેનું માથું ફાટી ગયું હતું. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આશાસ્પદ એન્જિનિયરે દમ તોડી દીધો હતો. પરિવારે આર્થિક આધાર સમાન એકનો એક પુત્ર ગુમાવ્યો જયેશ તેના પરિવારમાં આર્થિક મદદરૂપ થવા માટે દિવસ-રાત મહેનત કરતો હતો. તેના પિતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. પરિવારમાં એક બહેન અને માતા-પિતા છે. જયેશ હજુ અપરિણિત હતો અને પરિવાર માટે તે એક મોટો આધાર હતો. તેના મૃત્યુથી હવે પરિવાર નિરાધાર થઈ ગયો છે. મામા મનોજભાઈએ જણાવ્યું હતું કે, જયેશ ખૂબ જ સંસ્કારી અને હોશિયાર છોકરો હતો, જેના જવાથી આખું ગોડાદરા અને હરિઓમનગર શોકમાં ગરકાવ છે. પોલીસે આરોપી ડમ્પર ચાલકની કરી ધરપકડ અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલક રામ નરેશ રાજેન્દ્ર યાદવ (ઉંમર 32)ને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો. લોકોએ તેને પોલીસને હવાલે કર્યો હતો. અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ જીતેન્દ્ર ઝામરે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડમ્પર ખજોદથી કપચી ભરીને અલથાણ ખાડી તરફ જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે વિગતો આપતા અલથાણ પોલીસ સ્ટેશનના PI જીતેન્દ્ર ઝામરેએ જણાવ્યું હતું કે,જયેશ રાજેન્દ્ર બોરસે (ઉંમર 28) પોતાની એક્ટિવા GJ-05-LT-4060 પર નોકરીએ જતો હતો. તે દરમિયાન અલથાણ શ્યામ મંદિર પાસે ફૂલ ઝડપે આવતા ડમ્પરની અડફેટે આવતા તેનું ઓન ધ સ્પોટ મરણ થયું છે. આરોપી ડમ્પર ચાલક રામ નરેશ યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે. 'આ બેફામ ડમ્પરો પર લગામ લાવો'- મનોજ આહિરે જયેશના મામા મનોજભાઈ આહિરેએ હોસ્પિટલ ખાતે ભારે હૈયે જણાવ્યું હતું કે,મારો ભાણેજ એન્જિનિયરની જોબ માટે ઘરેથી નીકળ્યો હતો, પણ રસ્તામાં બેફામ ડમ્પર ચાલકે તેને પાછળથી ટક્કર મારીને મારી નાખ્યો. તે હજુ અપરિણિત હતો અને તેના લગ્ન પણ બાકી હતા. અમારી માંગ છે કે, આ બેફામ દોડતા ડમ્પરો પર લગામ લાવવામાં આવે અને આરોપીને કડકમાં કડક સજા થાય.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ:પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન-દંડક માટે દાવેદારોની સુનાવણી
    Next Article
    Banaskantha AC Blast Incident | બનાસકાંઠાના પાલનપુરના કાણોદર ગામમાં મકાનમાં AC ફાટ્યું | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment